રાજકોટ ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠિયા દ્વારા લોધિકા કોટડાસાંગાણી તેમજ રાજકોટ તાલુકાની ગૌશાળાના ઉત્કર્ષ અને લાભાર્થે આવતીકાલે તા.૪ના શનિવારે રાત્રીના ૮:૩૦ વાગ્યાથી બાપાસીતારામ ચોક, મવડફી ખાતે ભવ્ય કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા દ્વારા આયોજનઃ કિંજલ દવે, રાજભા ગઢવી અને ધીરૂભાઈ સાગઠીયા રંગ જમાવશેઃ સંતો મહંતોની ઉપસ્થિતિઃ જાહેર આમંત્રણ આ ભવ્ય લોકડાયરામાં સુપ્રસિધ્ધ સાહિત્ય અને દુહા છંદ તેમજ તળપડી ભાષામાં જેમના મુખે લોક સાહિત્ય સાંભળવુ તે એક લ્હાવો છે તેવા સુપ્રસિધ્ધ કલાકાર રાજભા ગઢવી તેમજ સુપ્રસિધ્ધ લોકપ્રિય ગાયક તેમની એક ગાયકીથી લોકો ઝુમી ઉઠે છે તેવા કિંજલ દવે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકસાહિત્ય તેમજ હાસ્ય સમ્રાટ ધીરૂભાઈ સરવૈયા સાહિતના તમામ કલાકારો લોકડાયરામાં ઉપસ્થિત રહી પોતાનું સાહિત્ય અને હાસ્ય પીરસશે. આ ભવ્ય લોકડાયરામાં પરમ પૂજય શ્રી શંભુનાથજી મહારાજ ૧૦૦૮ મહામંડલેશ્વર પૂર્વ રાજયસભા સાંસદ (ટ્રસ્ટી તિરૂપતી બાલાજી મંદિર), શ્રી પરમ પૂજય શાષાી રાધારમણ દાસજી મહંતશ્રી સ્વામીનારાયણ મંદિર- રાજકોટ, શ્રી પરમ પૂજય ભકિતસ્વામીજી મહંતશ્રી સનાતન આશ્રમ-ખીરસરા, શ્રી પરમ પૂજય અપૂર્વમુનીસ્વામીજી બી.એ.પી.એસ.મંદિર-રાજકોટ, શ્રી પરમ વિવેકસાગરદાસજી મહંતશ્રી બાલાજી હનુમાન મંદિર-રાજકોટ, શ્રી પૂજય શાષાી પરમ પૂજય ગોરધનદાસબાપુ- બાંદ્રાથી ૧૦૦૮ મહામંડલેશ્વર, શ્રી પરમ ત્યાગી મનમહોનદાસજી મહંતશ્રી જગનાથ મંદિર- રાજકોટ, શ્રી પરમ પૂજય રામધણ ગૌશાળાવાળાબાપુ, શ્રી પરમ પૂજય બાળમુકુંદસ્વામી સરધાર, શ્રી પરમ પૂજય રાજુરામબાપુ આંનદી આશ્રમ- વાડધરી, શ્રી પરમ પૂજય બચુભગતબાપુ જખરાપીરની જગ્યા- પાળ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહી સર્વે ગૌ પ્રેમી જનતાને આશીર્વચન આપશે લોધિકા, કોટડાસાંગાણી તેમજ રાજકોટ તાલુકા તથા રાજકોટ શહેરના તમામ લોકોએ આ લોકડાયરામાં ઉપસ્થિત રહેવા ધારાસભ્ય શ્રી લાખાભાઈ સાગઠીયા દ્વારા આમંત્રણ અપાયું છે.
Trending
- લગ્નની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, નહીં તો તમારો સમય અને પૈસાનો વ્યય થશે.
- ડિસેમ્બરમાં આ મોટા ગ્રહો બદલશે પોતાનો માર્ગ, 4 રાશિઓનું ભાગ્ય બદલાશે
- 80 કિમી સુધીનું માઈલેજ, 60 હજાર રૂપિયાથી ઓછી કિંમત, આ બાઈક પાવરફુલ એન્જિન સાથે મળશે
- શું વાર્તાઓની જેમ કાગડામાં સાચે બુદ્ધિશાળી હોય છે? જાણો શું કહે છે વિજ્ઞાન
- અજમાવો આ સરળ વાસ્તુ ટિપ્સ, જીવન ખુશીઓથી ભરેલું રહેશે
- તમારા Gmail એકાઉન્ટનો ઉપયોગ અન્ય કોઈ કરી રહ્યું છે? તો તેને આ રીતે શોધો
- સરસવના શાકમાં તમને ગામડાનો દેશી સ્વાદ જોઈતો હોય તો બનાવતી વખતે આ એક વસ્તુ ઉમેરો.
- શું ચેમ્પિયન્સ ટ્રોફીની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થશે? આ દિવસે ICCએ એક બેઠક બોલાવી