સમર ઈન્ડકશન વર્કશોપ ગીર સોમનાથ જિલ્લાની આઠ કોલેજો દ્વારા સમર ઈન્ડકશન વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી ગીર સોમનાથ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન નીચે સમર ઈન્ડક્શન કેમ્પ હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લાની આઠ કોલેજોએ ભાગ લીધો હતો . આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જિલ્લાની તાલાલા ગીરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગીર સોમનાથ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્કશોપનું આયોજન કરાયું હતું . જેમાં 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો હતો . આ તકે મનુસિંહ પરમાર , કમલેશ પામક તેમજ ગુજકોસ્ટના ટીમના ટ્રેનર્સે પણ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી . આ સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર નરેશભાઈ અને વિજય કોટડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોમનાથ ગુરુકુળના સ્વામીજી ભક્તિ પ્રસાદ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું . જ્યારે પાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ તેમના ઇનોવેશન પરના વિચારો વ્યક્ત કર્યા હતા . જ્યારે ગીર સોમનાથના સમાજસુધારક ચંદ્રપ્રકાશ ભટ્ટ અને કોળી સમાજના પ્રમુખે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . આ વર્કશોપમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નર એન નાગરાજન , ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશ્નર મધુસર તેમજ એસ એસ એસએસઆઈપીની સમગ્ર ટીમ , જીએસીસી તાલાલા ગીરના પ્રો ડેનિશ લાડાણી , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન આર દેસાઈ કો – ઓર્ડીનેટર પ્રોફેસર ધર્મેશ પી વાવૈયા વગેરે હાજર રહ્યા હતા
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો