હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું તે દિવસથી હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોળશે તેની અટકળો લાગી રહી હતી અને આજે ભાજપ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ખેસ પહેરવાની સાથે જ ભાજપમાં વિધિવત જોડાઈ ગયા હતા. ઘણા સમયથી એવી અટકળો લાગી રહી હતી કે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ થયો હતો.આજે સવારે હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આજથી એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવશે. હું નાનો સિપાહી બનીને કાર્ય કરીશ. 28 વર્ષીય હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલશે અને ભારતીય જનતા પાર્ટીને હાર્દિક પટેલનો કેટલો ફાયદો થશે કે નુકશાન એ તો આવનારી ચૂંટણીનું પરિણામ જ નક્કી કરશે.આજે હાર્દિક પટેલ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને તેની સાથે પોતાના 300 સમર્થકો સાથે હતા. કમલમમાં સી આર પાટીલ દ્વારા કેસરિયો ખેસ પહેરાવ્યો અને નીતિન પટેલ દ્વારા ટોપી પહેરવામાં આવી હતી. હાર્દિક પટેલે કેસરિયો ધારણ કરીને પ્રેસમાં કહ્યું કે કોંગ્રેસમાં જનહિત માટે જોડાયો હતો અને અનુભવ પરથી ખ્યાલ આવ્યો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો