જગતનો તાત રાજી રાજી તાલાલા – વેરાવળ પંથકના 22 ગામોને ઉનાળું પિયત માટે હિરણ -2 ડેમમાંથી સાત પાણી આપતા ખેડુતો ખુશખુશાલ ખેડુતોની માંગણી પ્રમાણે સમયસર પાણી મળતા ઉનાળુ ફસલનું ઢગલાબંધ ઉત્પાદન તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામે આવેલા હિરણ -2 ડેમમાંથી તાલાલા પંથકના માલજીંજવા – ગાભા ગીર – ઉમરેઠી ગીર – સેમરવાવ તથા વેરાવળ તાલુકાના પ્રભાસપાટણ – ભેરાળા- મંડોર – પંડવા – નાખડા – બોળાશ – કુકરાશ – સવની – ઈ ણાજ – મોરાજ- ગોવિંદપરા સહિતના બંન્ને તાલુકાના કુલ 22 ગામોનાં ખેડુતોને ઉનાળું ફસલ માટે હિરણ -2 ડેમમાંથી કુલ સાત પાણી આપતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે . હિરણ -2 ડેમ પાણી વિતરણ સમિતિના સભ્ય અને ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકીએ આપેલી વિગત પ્રમાણે હિરણ -2 ડેમ ઉપર આવેલ ડેમની બંન્ને કેનાલો વિસ્તારમાં આવતા તાલાલા- વેરાવળ તાલુકાના 22 ગામના ખેડુતોને અડદ , મગ , તલ , બાજરી અને કેસર કેરીના બગીચા સહિત ઉનાળું વાવેતર માટે ડેમ માંથી આઠ પાણી આપવા સ્થાનીક ખેડુતોની પાણી વિતરણ સમિતિએ માંગણી કરેલ છે જેના અંતર્ગત સિંચાઇ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ખેડુતોની માંગણી પ્રમાણે 22 ગામના ખેડુતોની કુલ 525 હેક્ટર જમીનમાં ખેતરે ખેતરે કેનાલ વાટે સાત પાણી ખેડૂતોની માંગણી મુજબ સમયસર અને સરળતાથી વિતરણ કરતા ખેડુતોના ખેતરમાં મબલખ ઉનાળું ફસલ તૈયાર થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે . તાલાલા – વેરાવળ તાલુકાના 22 ગામોમાં ખેડુતોની માંગણી પ્રમાણે સમયસર ઉનાળું પિયત માટે ડેમ માંથી સાત પાણી આપી ખેડુતોને ઢગલાબંધ ઉનાળું ઉત્પાદનમાં સહભાગી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર એ.પી.કલસરીયા તથા સિંધલભાઈ તથા નરેન્દ્રભાઇ પિઠીયા સહિતના અધિકારીઓનો પાણી વિતરણ સમિતિના સભ્ય ડી.બી.સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો . હિરણ -2 ડેમમાંથી ખેડૂતોને ઉનાળું ફસલ માટે આઠ પાણી આપવાનાં હતાં , સિંચાઇ વિભાગે સમયસર આપેલા પાણીનો ખેડૂતોએ કરકસર રીતે ઉપયોગ કરતા સાત પાણીમાં ઉનાળું ફસલ તૈયાર થઈ ગઈ છે , જેથી ડેમના પાણીના જથ્થામાં ખેડુતોનું આઠમું પાણી જમા હોય , ખેડૂતોનું બાકી એક પાણી મગફળીના ઓરવણા માટે આપવા કરેલી માંગણીની સિંચાઇ વિભાગમાં વિચારણા ચાલી રહી હોવાનું ડી.બી. સોલંકીએ જણાવ્યુ હતુ.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું