પાટણ નજીક અનાવાડા ગામ ખાતે આવેલ પ્રસિધ્ધ રામદેવપીર બાપાના મંદિર પરીસર ખાતે સેવકગણો દ્વાર જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી . ભકતોના આસ્થાના કેન્દ્ર સમાન રામદેવપીર ના મંદિર ખાતે વર્ષ દરમ્યાન આવતી શુકલ પક્ષની બીજના પવિત્ર દિવસે શ્રધ્ધાળુ ભકતો રામદેવપીર બાપાના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આજે જેઠ સુદ બીજના પવિત્ર દિવસે રામદેવપીરના દર્શનાર્થે ભકતોનું ઘોડાપુર ઉમટી પડયુ હતું . ગુજરાતી કેલેન્ડર વર્ષમાં ૧૨ મહિનાનાં શુકલ પક્ષમાં આવતી બીજનું વિશેષ મહત્વ રહેલું છે . રાજસ્થાનના પવિત્ર યાત્રાધામ રામદેવપીર બાપા ના સ્થાનકે હજારો શ્રધ્ધાળુ બીજના દિવસે બાબાને ધજા નેજા ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે . ત્યારે પાટણ નજીક આવેલા અનાવાડા ગામ સ્થિત રામદેવપીરનું મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે . ભાદરવા મહિનાની શુકલ પક્ષના બીજના દિવસે અનાવાડા ગામ માં રામદેવપીર ની ભવ્ય પાલખીયાત્રા સહિત લોકમેળો તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સેવક્મણો દ્વારા ધામધૂમપપૂર્વક ઉજવવામાં આવે છે . આજે જેઠ સુદ બીજના દિવસે વહેલી સવારથી જ રામદેવપીરના દર્શનાર્થે સેવકગણોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો . જયાં શ્રધ્ધાળુ ભકતોએ રામદેવપીર ને પુષ્પ ની માળા , પ્રસાદ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી . તો અનેક ભક્તો પાટણ શહેર થી પગપાળા ચાલી ને રામદેવપીર ના મંદિરે દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા . આ પ્રસંગે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુ ભકતો માટે સેવકગણો દ્વારા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . આમ પાટણના અનાવાડા ખાતે આવેલ રામદેવપીર ના સ્થાનકે જેઠ સુદ બીજની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો