જગન્નાથપુરી અને અમદાવાદ પછી ની ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાં અષાઢીબીજ નાં પવિત્ર દિવસે નિકળતી ભારતની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ચાલું વર્ષે 140 મી રથયાત્રા ને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ અને સ્વયં સેવકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રથયાત્રા નાં આયોજન ને લઈને શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું મંદિર ટ્રસ્ટના સુત્રો તરફથી જાણવા મળ્યું છે . પાટણ શહેર માં છેલ્લા બે વષૅ થી કોરોના ની મહામારી નાં કારણે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા સરકાર ની ગાઈડ લાઈન મુજબ ખુબજ સાદગીપૂર્ણ રીતે નિકળી હતી . ચાલું વર્ષે જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી ની કૃપાથી કોરોના ની મહામારી દુર થઇ છે જેને લઇને આગામી અષાઢીબીજ નાં પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથજી ના મંદિર પરિસર ખાતે થી ભગવાન શ્રી જગન્નાથજી ની નિકળનારી 140 મી રથયાત્રા નું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત રથયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે . આગામી અષાઠીબીજ નાં પવિત્ર દિવસે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી , ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ની 140 મી રથયાત્રાના આયોજન ને સફળ બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ સહિતના સ્વયં સેવકો દ્વારા મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે
Trending
- તિરુપતિમાં 3 હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડ્રગ રેકેટના કિંગપિનના નામે આવ્યો ઈમેલ
- MPમાં નદી પર્યટનનું કેન્દ્ર બનશે મેઘનાદ ઘાટ, ગુજરાતમાં નર્મદા સુધી ક્રૂઝ ચાલશે
- મહાયુતિમાં સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ, 10 સીટો પર હજુ સુધી સર્વસંમતિ નહીં
- કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે યાદી જાહેર કરી, પૂર્વ મુખ્યમંત્રીના બે પુત્રોને ટિકિટ મળી
- સલમાન ખાને મામલો શાંત પાડવા માટે ‘કોરો ચેક’ આપ્યો હતો, લોરેન્સ બિશ્નોઈના ભાઈનો દાવો
- શિવમ દુબે કે રચિન રવીન્દ્ર… CSK કયા ખેલાડી પર 11 કરોડ રૂપિયા ખર્ચ કરશે?
- બાંગ્લાદેશમાં શેખ હસીના બાદ હવે રાષ્ટ્રપતિનો વારો, યુનુસ સરકારે કહ્યું- માનસિક સ્થિતિ સારી નથી
- LAC પર સંઘર્ષ સમાપ્ત! ચીને પોતાના તંબુ ઉખેડી નાખ્યા, બંને દેશોની સેનાઓ પીછેહઠ કરી