કાર્યક્રમની ફલશ્રુતિરૂપે રાજ્ય સરકાર તરફથી ઓર્ગેનિક લેબની ભેટ મળી છે. આ માટે અંદાજિત રૂ|૧૬ કરોડની સહાય મળી છે. સંઘના ચલથાણ ટીએચઆર પ્લાન્ટમાં ૨૭ કરોડનો વધારો કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ તેમજ સુદીકો બેન્કના ચેરમેન શ્રી નરેશભાઈનાએ પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલને કરતા ૨૭ કરોડ જેટલી માતબર રકમ સુમુલને મળી છે જેનો લાભ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને મળ્યો છે.આ અમિતભાઇ શાહ સાહેબના પ્રયત્નોને અને શ્રી સી.આર.પાટીલની રજૂઆતને પરિણામે સુમુલ ડેરીના નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટની કેપેસીટી દૈનિક ૫૦,૦૦૦ લિટરથી વધારીને લાખ લીટર સુધી કરવાની મંજૂરી મળી શકી છે. સુમુલ દારા ચલથાણ ખાતે ફોર્ટિફા લાખ લિટરહી દૂધ ઇડ આટાનો પ્રોજેક્ટ પણ શરુ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સુમુલ ડેરી દ્વારા આવનારા વર્ષોમાં દૈનિક ૧૮ લાખ લિટરથી દૂધ ઉત્પાદન વધારીને ૨૫ લાખ લીટર કરવામાં આવનાર છે.સંઘ દ્વારા સેક્સ સીમેન ડોઝ અને એમ્બ્રિયો ટ્રાન્સફરના પ્રકલ્પોના સફળ પરિણામો મેળવી શક્યા છે. આવનારા દિવસોમાં દૂધ મંડળી કક્ષાએ હિસાબો ચોકસાઈ પૂર્વક લખવામાં આવે અને કોમ્પ્યુટર ઉપર હિસાબો લખાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જમીન વિહોણા પરિવારોને સુમુલ ઘરબેઠા રોજગારી પૂરીઓ પાડે છેરાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક લેબ અને ટીએચઆર પ્લાન્ટ માટે અંદાજિત ૪૩ કરોડ જેટલી માતબર રકમની સહાય કરવામાં આવી છે. તેમજ તાપી જિલ્લા માટે વ્યારા સુગર ફેક્ટરીને ૩૦ કરોડની સહાય કરવામાં આવી છે. ઓક્ટોબર ૨૨ સુધીમાં આ સુગરને કાર્યરત કરવાનું આયોજન છે.રાજ્ય સરકાર ખેડૂતોને પાકમાં ડ્રોનથી જંતુનાશક દવાના છંટકાવ માટે સહાય કરશેસુરત જિલ્લા પંચાયત દ્વારા પશુપાલક પરિવાર માટે પરિવાર દીઠ રૂ ૧૦,૦૦૦ ની સહાય પશુ ખરીદવા માટે સુમુલ ડેરીના માધ્યમથી આપવામાં આવનાર છે.ગત વર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની વગર વ્યાજની લોન સુમુલ અને સુદીકો બેકના માધ્યમથી સુરત અને તાપીના પશુ પાલકોને આપવામાં આવી છે.તાપી જિલ્લો સમગ્ર રાજ્યમાં સહકાર ક્ષેત્રે મોડેલ રૂપ બને તેવી કામગીરી કરવાની જવાબદારી આપણી બધાનીમાનનીય વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાત સમગ્ર દેશને સહકારી ક્ષેત્રે નવી દિશા આપી શકે એમ છે ત્યારે સુરત અને તાપી જિલ્લો સમગ્ર રાજ્યમાં સહકાર ક્ષેત્રે મોડેલ રૂપ બને તેવી કામગીરી કરવાની જવાબદારી આપણી બધાની છે.શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતમાં યોજાયેલ સહકારી સંમેલન માટે સુમુલના પ્રમુખ,ઉપપ્રમુખ, તમામ ડિરેક્ટરરો અને પાર્ટીના બંને જિલ્લાના પ્રમુખોને પણ આ સફળ કાર્યક્રમ યોજવા બાદલ અભિનંદન પાઠવ્યા હતા. સંઘના પ્રમુખ માનસિંહભાઈ પટેલે આ વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ સમક્ષ રજુ કરેલા તમામ કામોને સર્વાનુમતે બહાલી મળી હતી.આ પ્રસંગે કૃષિ,ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સહકારી સંઘના ચેરમેન શ્રી ભીખાકાકા, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી રમણકાકા,સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરજભાઈ, તમામ સુગર ફેક્ટરીઓના પ્રમુખશ્રીઓ શ્રી અશ્વિનભાઈ,શ્રી સમીરભાઈ,શ્રી રાકેશભાઈ,શ્રી કિરીટભાઈ, ધારાસભ્યશ્રી મોહનભાઇ, ફ્રૂટ એન્ડ વેજીટેબલ ફેડરેશન ,બારડોલીના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા સુરત અને તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં દૂધ મંડળીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Trending
- ભારત અને આસિયાન દેશો વચ્ચેનો વેપાર વધ્યો, 6 મહિનામાં આવ્યો 5 ગણો વધારો
- રાજસ્થાન પેટાચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું, ભજનલાલ શર્માનું ચૂંટણી સંચાલન કામમાં આવ્યું
- UPમાં કારમી હાર બાદ માયાવતીની મોટી જાહેરાત, કહ્યું- BSP પેટાચૂંટણી નહીં લડે
- UPની રાજકીય પીચમાં મોટો ફેરફાર! આ પાર્ટીએ માયાવતીનું ‘ટેન્શન’ વધાર્યું
- 12 વર્ષ પહેલા આવેલી દીપિકાની ફિલ્મની સિક્વલ આવશે, આ એક્ટર લીડ રોલમાં જોવા મળશે.
- યશસ્વીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, દુનિયાના માત્ર 2 બેટ્સમેનોએ જ કર્યું આવું કારનામું
- ઇઝરાયેલના હવાઈ હુમલાથી વ્યથિત લેબનોન, રાજધાની બેરૂત પર IDF દ્વારા ખતરનાક હુમલો
- મહારાષ્ટ્રમાં કારમી હાર વચ્ચે કોંગ્રેસને દક્ષિણમાં જીવાદોરી મળી, માર્યો જીતનો પંજો