પાટણમાં યુનિવર્સિટી રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીનો પ્રારંભ ગુજરાતમા વિધાનસભા ચૂંટણી પહેલા પાટણ શહેરમાં યુનિવર્સિટી રોડ પર રૂ p35 . 74 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે . રવિવારે સોઇલ ટેસ્ટિંગ અને પાઇલ ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી હતી . ટેસ્ટિંગ માટે જી . યુ . ડી . સી મા સૅમ્પલ મોકલાશે . નવા મેપ પ્રમાણે બ્રિજ બનશે . પાટણ શહેરમાં યુનિવર્સિટી રોડ પર રેલવે ફાટકના કારણે વારંવાર થતા ટ્રાફિકના પ્રશ્નનો હલ કરવા માટે રોડ પર છેલ્લા દોઢ વર્ષથી ટી આકારનો રેલવે ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવેલો હતો . પરંતુ મટીરીયલના ભાવ વધારાના પ્રશ્નના કારણે કોન્ટ્રાક્ટરે લાંબા સમયથી કામગીરી શરૂ કરી ન હતી જેના કારણે રેલવે ઓવરબ્રિજની કામગીરી ઘોચમાં પડી હતી . પરંતુ કોન્ટ્રાક્ટરોને ભાવ વધારાનું આશ્વાસન મળતા રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે . જેમાં પ્રથમ તબક્કામા જમીનની ચકાસણી માટે સોઈલ ટેસ્ટીંગ પાઇલ ટેસ્ટીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે અગાઉ એક વખત જી . યુ . ડી . સી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી ફરી થી વેરીફાઈ કરવા માટે આ કામગીરી થઈ રહી છે . તેના સેમ્પલ જી . યુ . ડી . સી મા ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે . 28 દિવસે તેના રિપોર્ટ આવ્યા બાદ કામગીરી શરૂ થશે ત્યાં સુધી બ્રિજને આનુસંગિક અન્ય કામગીરી કરવામાં આવશે જોકે સામે ચોમાસું આવી રહ્યું હોવાથી બ્રિજની કામગીરી માં વિક્ષેપ થશે એટલે ચોમાસા દરમિયાન લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો