અરવલ્લી જિલ્લાના ધનસુરાના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. નવી શિણોલ ગામે શ્રીરામ પરિવાર તથા કુળદેવીમા અર્બુદા શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગ શ્રી રામેશ્વર મહાદેવના નૂતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવ કુંડાત્મક મહાવિષ્ણુયાગ યોજાયો હતો.25મેં થી 27મેં સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે પ્રારંભ, અગ્નિ સ્થાપન, મહાવિષ્ણુયાગ, આરતી રાત્રે ડાયરો યોજાયો હતો. પ્રથમ દિવસે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘાભાઈ (તન્મય વેકરીયા) ઉપસ્થિત રહ્યા હતા.તો બીજા દિવસે શોભા યાત્રા, મહા વિષ્ણુયાગ, જલાધિવાસ, આરતી, અને રાત્રે રાસ ગરબા યોજાયા હતા જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર પાર્થ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.ત્રીજા દિવસે પ્રાતઃ પુજન,ધ્વજા આરોહણ, શિખર સ્થાપના, મહા વિષ્ણુયાગ, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ, મહા આરતી, મહા પ્રસાદ અને સાંજે ધર્મસભા અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ત્રણ દિવસના આ કાર્યક્રમમાં અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં દાતાઓ, સહ યજમાન દાતાઓ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાટલાના યજમાન દાતાઓ સહિત ગામ લોકો અને આજુબાજુના ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ભવ્ય આયોજન સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ નવી શિણોલ અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો