અમદાવાદ છેલ્લી ઘડીએ મુસાફરી કરવા માંગતા લોકોને મોટી રાહત, 21 ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે.જેના કારણે તાતાક્લિક જનરલ ટીકીટ પર મુસાફરી કરવા માગતા લોકોને ફાયદો થશે..રેલવે દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે…જે અનુસાર હવે રેલવેના અમદાવાદ વિભાગમાંથી પસાર થતી લાંબા અંતરની ૨૧ ટ્રેનોમાં આગામી તા.૧ જુનથી મુસાફરોને જનરલ કોચમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરવાની મંજુરી આપી દેવાઇ છે. અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકાતી હતી હવે તે ઝંઝટમાંથી મુક્તિ મળશે…જેના કારણે અમદાવાદ થી મુસાફરી કરનાર લોકોને મોટો ફાયદો થશે અને મુસાફરી કરી શકશે… અમદાવાદથી મુંબઇ, વલસાડ, વેરાવળ, સોમનાથ જતી ટ્રેનોમાં હવે ટિકિટ બારી પરથી સામાન્ય ટિકિટ લઇને પણ મુસાફરી કરી શકાશે. મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ પણ મળશે. બાન્દ્રા-અમદાવાદ-બાન્દ્રા સુપરફાસ્ટ, બાન્દ્રા-ગાંધીધામ-બાન્દ્રા સુપરફાસ્ટ, દાદર-ભુજ-દાદર સુપરફાસ્ટ, વલસાડ-અમદાવાદ-વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ-વેરાવળ-અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર-ઇન્દોર-ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. ઉપરાંત ગાંધીધામ-જોધપુર સુપરફાસ્ટ, સાબરમતી-ભગત કી કોઠી મેલ એક્સપ્રેસ, અમદાવાદ-સોમનાથ-અમદાવાદ મેલ એક્સપ્રેસ તેમજ ગાંધીધામ-ભાગલપુર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોને જનરલ ટિકિટ મળી રહેશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો