સુરત શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આગામી 5 દિવસોમાં આકાશ આંશિક અંશે વાદળછાયું રહેવા અને ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જોકે તાપમાન 34 ડિગ્રી નોંધાતા હજુ પણ ગરમી યથાવત છે ઉનાળાની ઋતુ હવે અંત તરફ છે અને વરસાદી સિઝનની તૈયારી જોવાઇ રહી છે ત્યારે હાલમાં આ 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 34.7 થી 36,4 ડિગ્રી રહી શકે છે. એ સાથે જ લઘુત્તમ તાપમાન 27.1 થી 27.6 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં તાપમાનમાં કોઇપણ મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા નથી. જો કે શહેરમાં સરેરાશ રીતે 22થી 28 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાશે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 67 ટકા અને સાંજે 63 ટકા રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 15 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે. શહેરમાં દિવસભર છૂટાછવાયા વાદળો છવાયા હતા. જો કે, વરસાદ પડ્યો ન હતો. વરસાદ વહેલો આવે તેવી આગાહીના કારણે આગામી દિવસોમાં રેઇનકોટ છત્રીના બજારમાં ખરીદી જોવા મળશે
Trending
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો
- એકનાથ શિંદે કે દેવેન્દ્ર ફડણવીસ, મહાયુતિ કોને સીએમ તરીકે પસંદ કરશે?
- મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને ઝારખંડમાં હેમંત સોરેને શિવરાજ સિંહની ‘ફોર્મ્યુલા’ અપનાવી!
- રાહુલ ગાંધીએ જ્યાં પણ ચૂંટણી સભાઓ કરી હતી, ત્યાં MVAમાં ફાટફૂટ જોવા મળી
- પ્રથમ ચૂંટણીમાં જ પ્રિયંકા ગાંધીએ કર્યો કમાલ, ભાઈ રાહુલને છોડ્યો પાછળ
- બિહારની પેટાચૂંટણીમાં INDIAને આંચકો, ચારેય બેઠકો પર NDA આગળ
- બુધનીમાં કોંગ્રેસ આગળ તો વિજયપુરમાં ભાજપ આગળ, જાણો લેટેસ્ટ અપડેટ