બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ ના પ્રમુખ રમેશભાઇ ગાંગુર્ડેના સહયોગ થકી વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમૂહ લગ્નમાં ડાંગ જિલ્લાના જુદા જુદા ગામડાંઓ માંથી કુલ 221 આદિવાસી યુગલો લગ્નના માંડવે એક તાંતણે બંધાયા હતા.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ પર યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં 221 વરરાજાઓનો વરધોડો હિન્દુ રીતિ રીવાજો અને આદિવાસી વાજિંત્રો સાથે નીકળ્યો હતો. અહી સમૂહ લગ્ન મહોત્સવમાં આદિવાસી 221 યુગલોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સાત ફેરા ફરી પતિ પત્નીના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ યુગલોને બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ દ્વારા વાસણો સહિત વરવધુને કપડાની ભેટ અર્પણ કરાઇ હતી.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં મહોત્સવના આયોજક રમેશ ગાંગુર્ડે સહિત ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજય પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત, તાલુકા પ્રમુખ શંકુતલાબેન, વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષ બોરશે, સામાજીક આગેવાન ઘનશ્યામ પટેલ, રીતેશ પટેલ, પંકજ પટેલ સુરેશ કાંજીયા, ધર્મેશ પટેલ, સંદિપ સુરતી, પૃથ્વીરાજ વૈષ્ણવ તથા નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ પરણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રપુરના આદિવાસી સમાજના યુવાનોએ પણ જહેમત ઉઠાવી હતી
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો