ભારતના વડાપ્રધાન નરેદ્ર મોદી માદરે વતનની મુલાકાતે આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા આટકોટ ખાતે મલ્ટી સ્પેશિયાલિષ્ટ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આટકોક જવા રવાના થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને રાજકોટમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. રાજકોટ એરપોર્ટ પર ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લાનાના આટકોટ ખાતે સ્પેશિયલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરી સમારોહને સંબોધન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા.આ હોસ્પિટલમાં શું શું છે સુવિધા?રાજકોટના આટકોટમાં વિશ્વ કક્ષાની હોસ્પિટલ બની છે. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની હોસ્પિટલ મીની એમ્સ જેવું કામ કરશે. 14 કરોડના અદ્યતન મશીનથી નજીવા દરે સારવાર થશે. મોટા ભાગની તમામ સર્જરી આ હોસ્પિટલમાં થઇ શકે તેવી સુવિધા છે. આ હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટર છે અને દર્દીની સારવાર માટે 300 માણસોનો સ્ટાફ છે. દર્દીઓને રાહત દરે આપવામાં આવશે સારવાર. 35 ડૉક્ટર ફૂલ ટાઈમ કાર્યરત રહેશે.400 બેડની સુવિધા પણ થઇ શકે છે.ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હોવાને લીધે ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો