અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આયોજિત હોકી ખેલ મહાકુંભની ગર્લ્સની ફાઈન મેચ યોજાઈ, જેમાં બ્રોન્ઝ નવસારી, સિલ્વર પાટણ તેમજ ગોલ્ડ મેડલ જામનગરની ટીમ એ મેળવ્યો હતો. તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા અને મેડલ આપીને સન્માનિત કરાયા હતા. મોડાસાના ડીએલએસએસ હોકી ગ્રાઉન્ડ ખાતે ખેલાડીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર ડો.નરેન્દ્રકુમાર મીણા, મોડાસા પ્રાંત અધિકારી અમિતકુમાર પરમાર, મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસાર, ધારાસભ્ય જશુભાઈ પટેલ, તેમજ એસોસિએશનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 25 મે 2022 થી શરૂ થયેલ રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં અલગ – અલગ જિલ્લામાંથી હોકીના ખેલાડીઓ પહોંચ્યા હતા, આ માટે જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો. આગામી 29 મે સુધી ચાલનારા હોકી ખેલમહાકુંભમાં ખેલા઼ડીઓનો ઉત્સાવહ વધારવા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમત – ગમત વિભાગ અને જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ડિએલએસએસ ખાતે આયોજિત ખેલમહાકુંભની સ્પર્ધામાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા તેમજ ધારાસભ્ય જશુભાઈ પટેલ, પાલિકા પ્રમુખ જલ્પાબહેન ભાવસાર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી હર્ષાબહેન ઠાકોર, જિલ્લા રમત વિકાસ અધિકારી મઝહર સુથાર દ્વારા હોકી લીગ મેચનો પ્રારંભ કરાવવામાં હતો.