અરવલ્લી જિલ્લામાં શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ વિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવીએ જમાવટ બોલાવી હતી. મોડાસાના મેઘરજ બાયપાસ રોડ પર આયોજિત કરવામાં આવેલા ડાયરામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને ડાયરાનો આનંદ માણ્યો હતો.દેવાયત પંડિતને કર્યા યાદમોડાસા ખાતે આવેલા દેવરાજ ધામ ખાતે જેમની સમાધી છે તેવા દેવાયત પંડિતને પણ યાદ કરવામાં આવ્યા હતા. કિર્તીદાન ગઢવીએ દેવાયત પંડિતને નમન કરીને તેમણે કરેલી અગમવાણીના ભજનો રસાસ્વાદ પણ લોકો સુધી પહોંચાડ્યો હતો. આ પહેલા માયાભાઈ આહિરે પણ દેવાયત પંડિતને યાદ કર્યા હતા.કોરોનાકાળ દરમિયાન શ્રી કષ્ટભંજન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડના દર્દીઓ માટે અથાગ મહેતન કરી હતી અને ઓક્સિઝનની બોટલ પહોંચાડવાની સરાહનીય કામગીરી કરી હતી ત્યારે હોસ્ટેલ નિર્ણાણને લઇને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું.અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સૌપ્રથમવાર કિર્તીદાન ગઢવીના ડાયરાનું આયોજન કરવામાં આવતા લોકોમાં એક ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને મનમુકીને ઝૂમી ઉઠ્યા હતા. કિર્તીદાન ગઢવીના ચાહકોનો પ્રેમ એટલો હતો કે, તેઓ ચાહકોની તમામ ફરમાઈશ પણ પૂરી કરી હતી.જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડ, મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ, માલપુર બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી ભરત બસીય સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાનો શુભારંભ કરાવ્યો હતો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો