અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન શરુ થાય એ પહેલા પ્રિ- મોન્સૂનને લગતી કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તંત્રને તાકીદે કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પો. દ્વારા તૈયાર કરવામાં આવેલા ટેનિસ કોર્ટ માટેની દરખાસ્ત કમિટીએ પૂર્ણ કરતા બાકી રાખી અને આ માટે ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે.આવતા મહિનાની 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ આવતો હોવાથી આ દિવસે શહેરના જુદા જુદા વોર્ડમાં વૃક્ષારોપણની કામગીરી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સરકારની ગાઇડલાઇન અનુસાર, 15મુ જૂન બાદ રોડ સહિતના અન્ય કામો ચોમાસાની સીઝન સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવે. આ પરિસ્થિતિમાં ચોમાસામાં વરસાદના પાણી ભરાતા હોય તેવા તેમજ અન્ય સ્થળોએ આવેલી કેચપીટોની સફાઈની કામગીરી ઝડપથી પુરી કરવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં મ્યુનિસિપલ માલિકીના પ્લોટ પર ટેનિસ કોર્ટ બનાવવામાં આવી છે. આ ટેનિસ કોર્ટ પૈકી લાંભા વોર્ડમાં બે ટેનિસ કોર્ટ 2.30 લાખમાં ભાવથી, રામોલની બે કોર્ટ 2.50 લાખના ભાવથી અને નિકોલની બે ટેનિસ કોર્ટ 2.60 લાખના ભાવથી પાંચ વર્ષ માટે પી.પી.પી. ધોરણે ચલાવવા માટેની દરખાસ્ત રિક્રિએશન કમિટીમાં મંજુર કરવામાં આવી હતી. ટેનિસ કોર્ટ ખુબ જ સામાન્ય ભાવથી ચલાવવા આપવાના બદલે સ્ટેન્ડિંગ કમિટીએ ફરીથી શોર્ટ ટેન્ડર નોટિસથી ઈ-ટેન્ડર બહાર પાડવું એવો નિર્ણય બેઠકમાં કરાયો હોવાનું જાણવા મળ્યું છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો