અમદાવાદમાં IPLની બે મહત્વની મેચ શહેરના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર હોય તેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઇપીએલની આ બને મેચ ખુબ જ મહત્વની હોય તેના લીધે AMTS અને BRTS દ્વાર ક્રિકેટ પ્રેમી માટે મહત્વનો નિર્ણય કરીને વધારાની બસો દોડવામાં આવશે.અમદાવાદમાં આજે અને 29મી તારીખે રમાનારી આઇપીએલ 2022ની ફાઇનલ મેચ માટે AMTSની 116 બસ 19 રૂટ પર દોડાવશે. આ બસો બપોરના 3 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી દોડાવવામાં આવશે. આઇપીએલની મેચના 27 અને 29 મેં ના રોજ AMTS અને BRTSની બેસી વિવિધ રૂટો પર દોડાવાશે. AMTSની 54 બસ મુકવામાં આવી છે સ્પેશિયલ રૂટ પર 12 બસ મુકવામાં આવી છે BRTS દ્વારા નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, એલ.ડી. કોલજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ મુકવામાં આવી છે.ઇસ્કોન સર્કલથી વિસત સર્કલ સુધી 6 બસ મુકવામાં આવી છે જેમાં સાબરમતી પોલીસ સ્ટેશનથી નરોલ, સાબરમતી પોલીસ સ્ટેશનથી ઇસ્કોન ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશનથી આર.ટી.ઓ. સર્કલ રૂટનો સમાવેશ થાય છે. BRTS દ્વાર આજે કુલ 56 બસ અને 29ના રોજ ફાઇનલ માટે 71 બસો દોડવામાં આવશે. આજે અને રવિવારે બે મેચ મોટેરા સ્થિત નરેદ્ર મોદી સ્ટેડિયમમાં હોવાથી બોપોરના 3 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી વધારાની બસો દોડાવવામાં આવશે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો