પાટણના ઈશ્રમ કાર્ડ અપાવવા પાલિકા દ્વારા 1 મહિનામાં 3100 સ્થળ પર સર્વે પાટણ શહેરમાં કાર્યરત ધંધા રોજગાર અને વ્યવસાય ઉદ્યોગ એકમો ખાતે કામ કરતા અસંગઠિત કર્મચારીઓ કામદારોને કેન્દ્ર સરકારની ઇ શ્રમ યોજનાનો લાભ મળે તે માટે નગરપાલિકા દ્વારા બે ટીમો દ્વારા સંપર્ક કરીને ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાની કામગીરી હાથ ધરત છે . એક મહિનામાં 3100 દુકાનો ઓફિસ તેમજ અન્ય ધંધા – રોજગાર પર કાઉન્સિલીંગ કર્યું છે . નગરપાલિકા ગુમાસ્તા શાખા અધિકારી મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારમાં એક મહિનાથી બે ટીમો બનાવીને દુકાન કે વ્યવસાય કેન્દ્ર પર જઈને તેમના ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ કામદારોનું કાર્ડ બનાવવા માટે કાઉન્સેલિંગ કરી રહ્યું છે . અત્યાર સુધીમાં અનાવાડા ચાર રસ્તાથી શરૂ કરી મુખ્ય બજાર , રેલવે ત્રણ રસ્તા , પાલિકા બજાર રોડ તેમજ સુભાષચોક , જુના ગંજ બજાર તેમજ અન્ય સંબંધિત બજારોમાં કામગીરી કરી છે . હાલમાં બસ સ્ટેશન રોડ પર કામગીરી ચાલી રહી છે . તે પછી હાઈવે વિસ્તારમાં સર્વે કરાશે . શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ શ્રમ પોર્ટલમાં અસંગઠિત શ્રમયોગી દ્વારા નોંધણી કર્યેથી બાર આંકડાનો યુએએન નંબર ફાળવાય છે . જે દેશભરમાં માન્ય ગણાય છે . પોર્ટલ ઉપર નોંધાયેલા દરેક શ્રમયોગીને મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં રૂ . 2 લાખ અને અંશતઃ વિકલાંગતામાં રૂ . 1 લાખ અકસ્માત વિમાનો લાભ મળવાપાત્ર થાય છે . ઇ શ્રમ વેબસાઈટ ઉપર જઈને જાતે અથવા કોમન સર્વિસ સેન્ટર પર જઈ નોંધણી કરાવી શકાય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો