પાટણના માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા આસમાને આબેલી મોંઘવારી ઘટાડવા માટે સરકારે પગલાં લીધા છે જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી દૂર કરતા તેની સીધી અસર ખેત પેદાશોના ભાવ પર પડી છે જેમાં પાટણ , હારિજ સહિતના માર્કેટયાર્ડોમાં રાયડો અને ઘઉંનાં ભાવ ઘટવા માંડ્યા છે . જેના કારણે માર્કેટયાર્ડોમાં આવક ઉપર પણ અસરો પડી રહી છે . પરંતુ આ વખતે ખેડૂતોને સિઝનમાં રાયડો , ઘઉં અને દિવેલામાં ભાવ દર વર્ષની સરખામણીએ ઉત્તમ મળ્યા છે . સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા 10 દિવસમાં પ્રતિ મણે રૂ . 60 નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ . 580 થી 630 ના ભાવ હતા તે ઘટીને રૂ . 540 થી 570 થઈ ગયા છે . જ્યારે થોડી હલકી ગુણવત્તાના રૂ . 430 થી 490 હતા . જે રૂ . 390 થી 440 થયા છે . તે જ રીતે રાયડાના ભાવ પર પણ અસર પડી છે . જેમાં 15 દિવસ પહેલા રાયડાના રૂ . 1240 થી 1370 ના ભાવ હતા જે ઘટીને રૂ . 1210 થી 1217 ના ભાવ થયા છે એટલે કે રૂ . 53 નો ઘટાડો થયો છે .
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું