સરસ્વતી તાલુકા માં મબલખ ઉત્પાદન મેળવા ની આશા એ રોકડીયા પાક બીટી કપાસ ના વાવેતર ના ખેડૂતો એ શ્રી ગણેશ કરી દીધા છે. વરસાદ પહેલા ખેડૂતો દ્રારા કપાસ ના વાવેતર ની શરૂઆત કરવા માં આવી છે. કપાસ મહત્વ નો રોકડીયો પાક હોઈ વધુ ઉત્પાદન થાય છે.ચોમાસા ના વરસાદ ના આગમન ના 20 દિવસ અગાઉ બીટી કપાસ નું વાવેતર શરૂ
આજુ બાજુ ના ટયુબવેલ ની વ્યવસ્થા છે તેવા ખેડૂતો એ બીટી કપાસ ઉગાડવા ની શરૂઆત કરી છે.સરસ્વતી ના મોટા નાયતા ગામ ના શારજીજી ઠાકોરે અને પ્રતિક ભાઈ બારોટે જણાવ્યા મુજબ, બીટી કપાસ ની વાવણી પહેલા ઊંડી ખેડ કરવા થી જમીન માં રહેલી જીવાતો અને ઈયળો સૂર્ય ની ગરમી થી નાશ થાય છે. જેથી સરસ્વતી તાલુકા ના ધરતી પુત્રો દ્વારા ચોમાસા ના વરસાદ ના આગમન ના 20 દિવસ અગાઉ બીટી કપાસ નું વાવેતર શરૂ કરી દીધું છે. સરસ્વતી ના ભુતિયા વાસણા, જંગરાલ, મોટા નાયતા, નાના નાયતા, કાંસા, સહિત આજુ બાજુ ના ટયુબવેલ ની વ્યવસ્થા છે તેવા ખેડૂતો એ બીટી કપાસ ઉગાડવા ની શરૂઆત કરી છે.