અમદાવાદ શહેરમાં વધુ એક ઓલોમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે અને તેનું ખાતમુર્હત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. આ ખાતમુર્હના કાર્યક્રમમાં કેન્દ્રની સાથે સાથે રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત અન્ય મહાનુભાવો હાજરી આપશે. આ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને ખાતમુર્હતને લઇ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવાં આવી રહી છે.અમદાવાદ શહેરમાં 29મી મેં ના રોજ રવિવારે નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ખાતમુર્હતને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો આવવાના હોવાથી તમામ કામગીરી ટેન્ડર કે ક્વોટેશન મંગાવ્યા વગર અનુભવી એન્જસીઓ પાસે કરાવવા પણ મંજૂરી માંગવામાં આવી છે.આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરશે અને ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવવાના હોય ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળ પર ડેકોરેશન, એલ.ઈ.ડી. લાઈટ સાઉન્ડ સિસ્ટમ સહીતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવશે.કાર્યક્રમમાં ગ્રીન રમ અને વી.આઈ.પી લોન્જ તમામ વ્યવસ્થા ઉભી કરવાની સાથે આરોગ્યલક્ષી વ્યસ્થા પણ તંત્ર દ્વારા કરાઈ છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો