ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોના સર્વાંગી વિકાસનું અવલોકન કરી બાળવાટિકામાં પ્રવેશ મેળવવા માટેની સજ્જતા કેળવવાના હેતુથી પા પા પગલી પ્રોજેક્ટ કાર્યાન્વિત બનાવવામાં આવ્યો છે.આંગણવાડીમાં બાળકોની નિયમતતા વધે તેવા હેતુથી આ પ્રોજેક્ટ હેઠળ વાલીઓના વ્હેાટ્સએપ ગૃપ બનાવી આંગણવાડીમાં થતી પ્રવૃતિ અંગે જાણકારી આપવામાં આવે છે.નવી પ્રવૃતિઓ અંગે માહિતગાર કરી વાલીઓ પાસેથી પ્રતિભાવ મેળવવામાં આવે છે. બાળકોને પ્રવૃતિ પુસ્તિકા, રમત-ગમત ભાગ 1-2નું વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટેની કીટ આપવામાં આવે છે. તથા વાલીને યુ-ટ્યુબ, સેટકોમ અને દુરદર્શન મારફત માર્ગદર્શન આપવામાં આવે છે. જયારે દિવ્યાંગ બાળકોને ધ્યાનમાં રાખી શિક્ષણ અને અન્ય વિભાગ સાથે સંકલન કરી આપવામાં આવે છે.વાલી અને જનસમુહદાયની જાગૃતિ અને ભાગીદારી માટે દર ત્રણ મહિને ત્રીજા મંગળવારે ભૂલકા મેળાનું આયોજન થીમ મુજબ કરવામાં આવે છે. તદ્ઉપરાંત બાલદિવસ અને અન્ન પ્રાશન કરાવી દર મહિનાના ત્રીજા મંગળવારે મંગળદિવસ તરીકે ઉજવાય છે. જે કાર્યક્રમ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓ જનસમુહ સુધી પહોંચાડી તેનો લાભ આપવામાં મદદરૂપ થાય છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો