ઊનાના મોઠામાં ગેસની સેફ્ટી બાબતે લાઈવ ડેમો કરી માર્ગદર્શન અપાયુતાલુકાના મોટા ગામે આજે વિનામૂલ્યે ઉજ્વલા યોજના હેઠળ ગેસના કનેક્શન આપવામાં આવ્યા હતા અને તેમાં સાવચેતીના પગલારૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એલપીજી ગેસ કનેક્શન વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી . . .સનખડા ગામે ધર્મ એચ પી ગેસ એજન્સી સનખડા દ્વારા મોઠા ગામે ૫૫ ઉદ્ભવલા ગેસ કનેક્શનનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોઠા ગામના સરપંચ શાંતુબા
હનુભા ગોહિલ અને ધર્મ ગેસ એજન્સીના માલિક ભાવેશભાઈ બી. કેશુર એ હાજર રહ્યાં હતા.
ગેસ એજન્સીના માલિક ભાવેશભાઈ દ્વારા ગેસ કનેકશનનો ઉપયોગ કેમ કરવો અને તેની સેફ્ટી કેવી રીતે રાખવી તેનું લાઈવ ડેમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ
પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવામાં અભેસિંહ ગોહિલ અને ગેસ એજન્સીના સ્ટાફ એ જહેમત ઉઠાવી હતી. હજુ આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લેય તે માટે સ ભાવેશભાઈ દ્વારા આહવાહન કરવામાં આવ્યું હતું.