પાટણ : ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓ આત્મનિર્ભર થાય અને મહિલાઓ પગભર થઈ પોતાના સામજિક પ્રસંગો તેમજ બાળકોના અભ્યાસ માટે કોઈના પર નિર્ભર ના રહેવું પડે તે માટે અનેકવિધ યોજનાઓ ભારત સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવી છે. સખી મંડળોના માધ્યમથી મહિલાઓને સસ્તા દરે અને સબસીડી વાળી લૉન પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે મહિલાઓના ઉતકર્ષ માટે આજરોજ પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સ્વ સહાય જૂથો માટે બેન્ક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સખીમંડળના વિવિધ જૂથોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના ઈન્ચાર્જ કલેકટર શ્રી સોલંકી સાહેબ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે. સી. પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી, તાલુકા વિકાસ અધિકારી ડો અરવિંદભાઈ પ્રજાપતિ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મોટી સંખ્યામાં પાટણ જિલ્લાની વિવિધ સ્વસહાય જૂથોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો