ગુજરાતનો રામાનુજન 22 વર્ષની ઉંમરે 10 રિસર્ચ પેપર રજૂ કર્યાં છે અને, 2200 વર્ષ જૂના વૈદિક ગણિતના જનક ઋષિ પિંગળને ‘શાહ-પિંગળ સૂત્ર રૂપે ટ્રિબ્યૂટ આપી છે આ ધર્યે નાં માતાપિતા શું કહી રહ્યાં છે શું અનુભવી રહ્યાં છે તે તેમના ભાવથી જ ખબર પડી હાલમાં જ ધૈર્યનાં બે પેપર સ્વિટ્ઝર્લેન્ડથી કાર્યરત ઓપન એક્સેસ જર્નલમાં મુકાયા કોઈપણ ફાઇનાઇટ કે ઇનફાઇનાઇટ સિરીઝને જનરલાઇઝ કરતાં ઇક્વેશન રજૂ કરી તે ગુજરાતના રામાનુજનની ઓળખ બનાવી યંગેસ્ટ ગણિતજ્ઞ બન્યો છે … હા, તમે બરાબર જ વાંચ્યું છે. ગુજરાતી આમ તો વેપારી પ્રજા છે, જે દરેક જગ્યાએ હિસાબના ગણિતને વર્ષોથી વાપરે છે, પણ ક્યારેય વિચાર્યું છે કે આ વેપારી પ્રજામાં એક ભેજું એવું પણ છે, જે ગણિતમાં સંશોધન કરી એ જ ગણિતને વધુ સરળ બનાવશે. આપણે વાત કરી રહ્યા છીએ નડિયાદના વાણિયાવાડમાં રહેતા ધૈર્ય શાહની. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાંથી BSC (Hons.) મેથેમેટિક્સમાં ડીગ્રી કરીને ધૈર્ય હાલ માસ્ટર ડીગ્રી માટેની તૈયારી કરી રહ્યો છે. અત્યારસુધીમાં ધૈર્યનાં 10 રિસર્ચ પેપર રજૂ થઈ ગયાં છે. ધૈર્યે રજૂ કરેલા દરેક પેપરમાં અંકશાસ્ત્રને લગતી નવી-નવી ફોર્મ્યુલા આપી છે. હાલમાં જ તેનાં બે પેપર સ્વિટ્ઝર્લેન્ડથી કાર્યરત ઓપન એક્સેસ જર્નલમાં મૂકવામાં આવ્યાં છે. આ બે પેપરથી એક નવું જ ફિલ્ડ ખૂલ્યું છે, જેમાં હજારો રિઝલ્ટ મેળવવા માટે માત્ર એક જ વાર ફોર્મ્યુલા વાપરવાની જરૂર પડશે. આ ઉપરાંત જે આગામી સમયમાં રિસર્ચ કરનારા મેથેમેટિસિયન્સને મદદરૂપ બનશે. ત્યારે આ સિદ્ધિ મેળવનાર ના માતા અને પિતા શુ કહી રહ્યા છે આવો સાંભળીયે નડીઆદના વરિષ્ઠ પત્રકાર શશીકાંત શાહ અને ધર્ય ના પિતા રિખીલ શાહ વિદ્યાનગર જીઆઇડીસી ની એક ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરે છે માતા શિલ્પાબેન હાઉસ વાઈફ છે અને તેના મોટાભાઈ દીપ શાહ લંડનમાં સ્થાઈ છે ધૈર્ય ને ગુજરાતી રામાનુજ ની સિદ્ધિ તેના રિસર્ચ પેપેરને કારણે મળ્યું ત્યારે માતા અને પિતાએ vtv સાથે તેની સિદ્ધિ ની વાત કરતા કેટલાક સંસ્મરણ યાદ કર્યા ધૈર્ય પહેલે થી જ ભણવામાં હોશિયાર હતો પણ ધમાલી અને સેવાભાવી સ્વભાવનો છે તેને પહેલા એસ્ત્રોનોટ બનવું હતું પણ અભ્યાસ બાદ તેને ગણિતમાં વધુ રસ આવ્યો અને તેમેને મુંબઇમાં બે પ્રોફેસરો એ તેને મદદ કરી અને તેને રિસર્ચ પેપર લખવાનું શરૂ કર્યું તેને કોલેજમાં દાખલો લેવા માટે તેના ભાઈએ મદદ કરી પરિવાર જનોને મનાવ્યાં હતા હવે ધૈર્ય ને વિદેશ એટલેકે લંડનમાં અભયસ કરવા માતાપિતા મોકલશે જ્યાં તે ડોકટર ડિગ્રી મેળવશે
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો