પોરબંદર સહિત સમગ્ર રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો ઘરની બહાર જવાનું પણ ટાળી રહયાં છે. તેવા સંજોગોમાં અચાનક વાતાવરણે પલટો લીધો છે.આકાશમાં વાદળો છવાવા લાગ્યા છે. અને પવનની ઠંડી લહેરો વાઇ રહી છે. અને આ સાથે જ તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને હવામાન ખાતાએ તા.રપ અને ર૬ દરમિયાન ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવિટીનો પ્રારંભ થવાનો હોવાની આગાહી કરી છે ત્યારે ચોમાસાને વહેલું આવતું જોઇને ધરતીપુત્રોના હૈયામાં આનંદનાં વાદળો છવાયાં છે.ઉલ્લેખનિય છે કે હવામાન ખાતાએ ગુજરાતનાં વિવિધ ભાગોમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે. આ આગાહી વચ્ચે પોરબંદરનાં આકાશમાં એકા-એક વાદળો છવાવા લાગ્યાં છે અને ઠંડા પવનોની લહેરો પણ આવી રહી છે. આ સાથે જાણે ચોમાસું થોડા જ દિવસો દુર હોય તેવું વાતાવરણ સર્જાઇ રહયું છે. અને તેને લઇને ધરતીપુત્રો પણ વહેલા ચોમાસાની શકયતાઓ વચ્ચે આનંદીત થઇ ઉઠયાં છે. ઉલ્લેખનીય છે કે દેશનાં આસામ, મેઘાલય અને અરૂણાંચલ પ્રદેશમાં હાલમાં સારો એવો વરસાદ પડી રહયો છે. બિહાર જેવા રાજયોમાં પણ સારો એવો વરસાદ પડી રહયો છે. તેના કારણે ગુજરાતમાં વહેલો વરસાદ આવવાની આગાહી ખોટી પડે તેમ માનવાનું કોઇ કારણ નથી ત્યારે તા.રપ અને ર૬થી ચોમાસાનાં મંડાણ થઇ શકે અને વહેલું ચોમાસું શરૂ થઇ જાય તેવી પ્રબળ સંભાવનાઓ વચ્ચે વાવણીની તૈયારી કરીને બેઠેલા ખેડુતો આનંદમાં આવી ગયા છે. બીજી તરફ જેમણે વાવણીની પુરતી તૈયારી કરી નથી તે લોકો વાવણીનાં આયોજનમાં લાગી ગયા છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો