સુરેન્દ્રનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા સેવા કાર્ય હાથ ધર્યુ છે. જેમાં તેઓ તા.23 મે થી 05 જુન સુધી બાળકોના ઘેર જઇ તેમણે વર્ષ દરમિાયન ઉપયોગમાં લીધેલી નોટબુકના કોરા પેજ એકત્ર કરશે. આ પેજને બાઇન્ડીંગ કરી બુક બનાવી વિતરણ કરાશે.હાલ મોંઘવારીના યુગમાં શિક્ષણ પણ મોંધુ થતા લોકોને ચોપડા પણ લખવાના મોંઘા થતા ગરીબ વિદ્યાર્થીઓને પરેશાની થાય છે.ત્યારે આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સંવેદન પ્રકલ્પ અંતર્ગત સેવા કાર્ય હાથ ધર્યુ છે. જેમાં વિધાર્થીઓ દ્વારા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ નોટબુકની પાછળ વધેલા કોરા પેજ એકત્રિત કરીને તેની નવી નોટબુક બનાવીને જરૂરિયાત મંદ વિધાર્થીઓને મદદરૂપ થવાનો એક વિનમ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ કાર્યમાં પરિષદના કાર્યક્રતાઓ શહેરની જુદી જુદી સોસાયટીમા, શાળા- કોલેજો તથા સેવાકીય સંસ્થાઓનો સંપર્ક કરીને પેજ એકત્રિત કરશે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપાધ્યક્ષ અનિલભાઈ મકવાણા,વિધાર્થી પરિષદના સુરેન્દ્રનગર જિલ્લા સહસંયોજક રિદ્ધિબેન રામાનુજ,નગરમંત્રી કેવલભાઈ હળવદીયા, વિરલભાઇ મહેતાએ જણાવ્યુ આ સેવાકાર્યમાં 30થી વધુ કાર્યકર્તા જોડાશે જે તા. 23 મે થી 05 જુન સુધી કોરા પાના એકત્ર કરશે.જેન બાઇન્ડીંગ કરી બુક અને ચોપડા બનાવવામાં આવશે. જે શાળા શરૂ થતા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક વિતરણ કરાશે.દિવસે દિવસે વધતી જતી મોંઘવારીના કારણે આ પ્રયોગથી ઘણા વિદ્યાર્થીઓને લાભ થઇ શકે છે. કોરોના કાળ દરમિયાન ઘણા વેપારીઓ તેમજ લોકોને પોતાના ધંધા રોજગાર બંધ પડી ગયા છે ત્યારે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે તેવામાં
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો