સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત ઓલપાડ તાલુકા હળપતિ યુવા એકતા કપ-ર૦રર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માસમા ગામે આવેલ HNV ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમગમત અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ થયો હતો.ટુર્નામેન્ટની શરૂઆત કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી મુકેશ પટેલ મેદાનમાં એક સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. ઓલપાડ 155 વિધાનસભામાં સમાવિષ્ટગામોમાંથી હળપતિ યુવા ટીમોએ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 100 જેટલી ટીમોએ ભાગ લીધો હતો . જેનો શુભારંભ રાજ્ય ના રમત ગમત અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કર્યો હતો. જેનું ઉદ્ઘાટન કરી ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા બેટિંગ કરવામા આવી હતી. જ્યારે મંત્રી મુકેશ પટેલ દ્વારા બોલિંગ કરવામાં આવી હતી. હર્ષ સંઘવી જોરદાર બેટિંગ કરી હતી. અને મુકેશ પટેલે બોલિંગ કરી બાદ મા બેટિંગ પર હાથ અજમાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન બ્રિજેશ પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગેની માહિતી આપી હતી . કૃષિ ઉર્જા મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે પરંતુ કોરોના કારને લઈ બે વર્ષ ક્રિકેટ રમાડવામાં આવી ન હતી. ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ રમત ગમત પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવાઈ રહે તે માટે ઓલપાડ તાલુકા ભાજપ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેનનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટ અંતર્ગત 100 ટીમ ભાગ લઇ રહી છે. જેમાં હજારો ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે. મંત્રી એ ઉમેર્યું હતું કે અમે છેલ્લા 8 વર્ષથી હળપતિ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરીએ છે તેમજ આ સમાજના દીકરી દીકરાઓને મફતમાં શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ અવસરે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકા ભાજપ દ્વારા અને મુકેશ પટેલ દ્વારા જે આ સમાજ માટે જે આયોજન કર્યું છે જે સરાહનીય છે. સમાજના યુવાનો જ્યારે એકત્ર થાય ત્યારે માત્ર ક્રિકેટ નથી રમાતું સમાજના યુવાનો જ્યારે એકત્ર થાય ત્યારે સમાજ માટે નવી દિશા નક્કી થતી હોય છે. તેમણે વધુ માં જણાવ્યું હતું કે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલદિલીથી રમજો કયું ગામ કઈ ટીમ જીતી તેમાં નહિ રહેતા પરંતુ આપણા સમાજના યુવાનોની નવી દિશા શુ હોય એની સાથે સાથે નક્કી કરશો.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો