પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોદી સરકારે પ્રજાને મોટી ભેટ આપી છે. વધી રહેલા ભાવને લઈ સરકારે મોટી રાહત આપી છે. પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે.આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 60 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો