વાપી હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધી 2 કરોડના ખર્ચે ફોરલેન માર્ગનું કામ શરૂ
માર્ગની વચ્ચે ડિવાઇડર લગાવી વરસાદી પાણીની ગટર સાથે માર્ગ પહોળો કરાશે વાપીના ગ્રામ્ય વિસ્તારોને શહેર તરફ જોડતો કોપરલી ચાર રસ્તા હાઇવેથી આર.કે.દેસાઇ કોલેજ સુધીના માર્ગને ફોરલેન કરવાની કામગીરીનો શનિવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ પ્રારંભ કરાવ્યો હતો. રૂ.2 કરોડના ખર્ચે ડિવાઇડર,વરસાદી પાણીની ગટર સહિત માર્ગને પહોળો કરવામાં આવશે. 6 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થતાં હજારો વાહન ચાલકોને મોટી રાહત થશે.
વાપી હાઇવે કોપરલી ચાર રસ્તાથી આર.કે.દેસાઇ કોલેજ સુધી 1 કિ.મી માર્ગને પહોળા કરી ફોરલેનની કામગીરી હાથ ધરાઇ છે. હયાત રોડને 10મીટર પહોળો ફોરલેન કરવાની કામગીરી (વર્ક ઇન સેક્શન કી.મી. 0/6થી 1/6 લંબાઇ 1 કિ.મી.),બોક્ષ કટીંગ (વાયડનીંગમાં)ના પ્રોજેકટનું ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ખાતમુર્હુતકરાયું હતું. 2.20 કરોડના ખર્ચે આગામી 6 માસમાં આ પ્રોજેકટ પૂર્ણ થશે. આ ફોરલેન માર્ગથી ગ્રામ્ય વિસ્તારથી શહેર તરફ આવતાં હજારો વાહન ચાલકોને નવી સુવિધા મળી રહેશે.ડિવાઈડર અને વરસાદી ગટર સાથે માર્ગને પહોળો કરવાનું કામ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી તથા આજુબાજુના વિસ્તારમાં ઝડપથી વિકાસના