મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. આના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજીરોટી માટે ફરતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને હવે રહેવાનું કાયમી સરનામું મળ્યું છે. મુખ્યમંત્રી એ વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે, તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કુરિવાજોમાંથી બહાર આવીને આગળ વધીએ. તેમણે આ પરિવારોને બાળકોને ભણાવવા માટે હાર્દભરી અપીલ પણ કરી હતી. વિચરતી જાતિના લોકો માટે અનેક પ્રકારના એનજીઓ તેમને અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે વિચરતી જાતિના લોકોને એજ્યુકેશન આપવા થી લઈને તેમને વિવિધ રોજગારીની તકો આપવાને લઈને કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ દિશામાં વિવિધ સંસ્થાઓ ની સાથે સાથે સરકતા દ્વારા પણ આગામી સમયમાં વધુ સાધન સહાય પહોંચતિ કરવામાં આવે તેમજ અન્ય પ્રકારની સવલતો, યોજનાઓ લાગુ કરવામાં આવે તે પણ તેમના માટે જરૂરી હોવાનું તેમની સાથે જોડાયેલા લોકોની માનવું છે. ત્યારે સરકાર પણ આ દિશામાં ગતિશીલ રીતે આગળ વધી રહી છે.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો