ઉનાળાની ગરમીથી કંટાળી પ્રવાસીઓ પહુંચ્યા સાપુતારા, વેકેશન પડતા સાપુતારામાં લોકો ઉમટી પડ્યા
દક્ષિણ ગુજરાતમાં બીજા પ્રવાસન સ્થળો કરતા લોકો સાપુતારા ને વધુ પસંદ કરી રહ્યા છે, ઉનાળુ વેકેશનમાં રજા ની મજા માણવા રાજ્યના એક માત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, શહેરોમાં અસહ્ય ગરમીથી રાહત મેળવા માટે લોકો સાપુતારને પસંદ કરે છે, ગત વર્ષે કોરોનાની બીજી લહેરમાં ઉનાળા દરમિયાન સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો હતો ત્યારે આ વર્ષે ફરી પ્રવાસીઓ ની અવરજવર થી ગિરિમથક નો માહોલ રંગીન બની ગયો છે, કોરોના મહામારીમાં હોટેલ ઉદ્યોગ સહિત નાના વેપારીઓને ખુબ મોટી અસર પહોંચી હતી, પરંતુ હાલ લોકો કોરોના ભૂલી સાપુતારા સહિત ડાંગના વિવિધ પ્રાકૃતિક સ્થળોએ પરિવાર, મિત્રમંડળ સાથે રજાની મજા માણવા આવી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાં અન્ય પ્રવાસન સ્થળો કરતા સાપુતારા છેલ્લા ઘણા સમયથી એડવેન્ચર એક્ટિવિટી ને કારણે લોકોને વધુ પસંદ પડી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને પેરાગ્લાઈડીંગ નાના થી લઈને મોટા લોકોને ખૂબ આકર્ષે છે. વળી ગરમીની સીઝનમાં તળાવ વચ્ચે બોટિંગ કરવાનું મળે એટલે મજા પડી જાય..