Shantishram News, Diyodar, Gujarat.
સરકાર દ્વારા સરહદી વિસ્તાર ના ખેડૂતો ને આઠ કલાક પૂરતી વીજળી ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ ખેડૂતો ને પૂરતી વીજળી મળતી નથી જેના કારણે ખેડૂતો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા પૂરતી વીજળી ના મળતા બુધવાર ના રોજ દિયોદર તાલુકા ના મોટાભાગના ખેડૂતો એ 6 કલાક ને બદલે 8 કલાક વીજળી આપવાની માંગ ને લઈ વખા વીજ કચેરી ખાતે જય જવાન, જય કિસાન ના નારા લગાવી ધરણા શરૂ કર્યા હતા.
ચાર દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતો એ જણાવેલ કે દિયોદર તાલુકા માં ખેડૂતો ને પૂરતી વીજળી મળતી નથી પૂરતી 8 કલાક વીજળી માટે અનેક વખત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અમારી રજુઆત ના સાંભળતા આજે અમો એ ધરણા શરૂ કર્યા છે જવાબદાર તંત્ર અમારી રજુઆત સાંભળે જો અમને પૂરતી 8 કલાક સિંચાઈ માટે વીજળી નહીં આપે તો આગામી સમય ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સરકાર વતી કૃષિ મંત્રી એ તા.૧૬ માર્ચ ના જાહેરાત કરેલી કે ખેડૂતોને ૮ કલાક વીજળી મળશે. પરંતુ આજ સુધી કોઇ સુધારો કરવામાં ન આવતા ખેડુતોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રગટ કરેલ.
દિયોદર તાલુકા ના ખેડૂતો એ ચાલુ મહિના માં અનેક વખત વખા 220 કેવી ખાતે રજુઆત કરી છે અનેક વખત ખેડૂત વિવિધ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી જેથી ખેડૂતો સિંચાઈ ની વીજળી માટે 5 મી વખત ધરણા શરૂ કર્યા છે.
આ બાબતમાં વખા સબ સ્ટેશન થી ખેડૂતો ની ભવ્ય રેલી યોજી નાયબ કલેક્ટર ને આવેદન પત્ર આપેલ. આ રેલી માં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, નરસિંહભાઇ દેસાઈ, ગીરીરાજસિહ વાઘેલા સહિતના ખેડૂત આગેવાનો જોડાયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો ની સંખ્યા માં ખેડૂતો રસ્તા પર ઉતર્યા.
ખેડુતોની વીજ પુરવઠાની માંગને લઈ વિશાળ સંખ્યામાં ખેડુતોએ ટ્રેક્ટર રેલી યોજ્યા બાદ દીઓદરના પૂર્વ સરપંચ ગીરીરાજસિંહ વાઘેલા એ તા.ર૬ ના રોજ દીઓદર બંધની અપીલ કરતાં સૌ વેપારીઓએ ખેડુતોના સમર્થનમાં દીઓદરની તમામ બજારો બંધ રાખેલ.
દીઓદર ધારાસભ્યશ્રી શીવાભાઈ ભુરીયા એ ગુજરાત વિધાનસભામાં પોઈન્ટ ઓર્ડર ઉઠાવી ખેડુતોન વીજ સમસ્યા અને ખેડુતોના ઘરણાંનો મુદો ઉઠાવી રજુઆત કરેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268