Shantishram News, Diyodar, Gujarat.
- શ્રી ગીરનાર તીર્થ મધ્યે જીનશાસનની મહાનતપસ્વી સાધ્વીજી ભગવંત હંસકિર્તીશ્રીજી મહારાજ સાહેબની ૩૬૩મી ઓળીનું પારણું પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમવલ્લભસૂરીજી મહારાજા આદિ ગુરૂભગવંતોની પાવનનિશ્રામાં યોજાયું
- જિનાજ્ઞા યુવકગૃપ દ્વારા અમદાવાદ પોળ વિસ્તાર મધ્યે જિનાજ્ઞા યુવાગૃપના મુમુક્ષુઓની વરસીદાન યાત્રા,સામૂહિક વાયણું યોજાયું.પૂજ્ય સાધ્વીજી શ્રી મૈત્રીરત્નાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પાવનનિશ્રામાં ચૌમુખજીની પોળથી હઠીસિંહની વાડી સુધીની વર્ષીદાન યાત્રા યોજાયેલ ત્યારબાદ સંયમ સંવેદના અને સામૂહિક વાયણું યોજાયેલ.
- શ્રી બી.કે.પટેલે બનાસ બેંકના જનરલ મેનેજર નો પદભાર સંભાળતાં બનાસ બેંકના ચેરમેનશ્રી અણદાભાઈ પટેલ, સિનીયર ડીરેક્ટરશ્રી જીગરભાઈ દેસાઈ અને મેનેજીંગ ડીરેક્ટરશ્રી એમ.બી.પટેલ એ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
- દીઓદર તાલુકાના નવા ગામના વતની અને અમદાવાદમાં પી.આઈ.તરીકે ફરજ બજવતા મહેશભાઈ સી.ચૌધરી ની તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા “SOG” માં નિમણુંક કરતાં દીઓદર તાલુકાએ ગૌરવ વધાર્યું છે.
- શ્રી કાંકરેજી સમાજના ઉંદરાના વતની શેઠ મફતલાલ આલમચંદ પરિવારજનોનો ત્રણ દિવસીય યાત્રા પ્રવાસ યોજાઈ ગયો.તા.૧૮ ના રોજ સૌ પરિવારજનો બોરસદ સમીપે આવેલા વાલવોર્ડ તીર્થ મધ્યે આગમન થયેલ.
સૌ પરિવારજનો સાથે મળી સેવા પુજાકરી સ્નાત્ર ભણાવેલ. પરિવારની બેઠક માં પરિવારના વડીલ કીર્તીભાઈ, ચંપકભાઈ તથા શારદાબેન, ભાનુબેન નું બહુમાન પરિવાર દ્વારા કરવામાં આવેલ. વડીલોના પરિવાર ઉપરના ઉપકારોને ઉજાગર કરવામાં આવેલ. સૌ પરિવારજનો માટે યાદગારયાત્રા પ્રવાસ રહેવા પામેલ.
- દીઓદર ખાતે જીવદયાનું ઉતકૃષ્ટ કાર્ય કરતા શ્રી આનંદપ્રકાશ જીવદયા ટ્રસ્ટ દીઓદર દ્વારા તા.ર૦ ના રોજ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળા તથા પાણીની પરબ,કુંડાનું વિના મૂલ્યે વિતરણનો કાર્યક્રમ યોજાયેલ.
- તપાગચ્છ પ્રવરસમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબને પૂના મધ્યે આજ રોજ બાયપાસ સર્જરી થઇ. તજજ્ઞ ડોક્ટર શ્રી દ્વારા પૂજ્યશ્રીની બાયપાસ સર્જરીનું ઓપરેશન ચાર કલાક ચાલ્યુ હતું. પૂજ્યશ્રીના સ્વાસ્થ્ય માટે ભારતભરમાં વિશેષ પ્રકારે ઉત્તમ આરાધનાઓ થઈ રહી છે
- કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પ્રગતિ બેંક ની યોજાયેલ ડિરેક્ટરોની મિટિંગમાં ઉપસ્થિત રહેલ કાંકરેજ તાલુકા કેળવણી મંડળના અધ્યક્ષ ધીરુભાઈ કે. શાહ તથા ગીરાબેન શાહ નું સન્માન કરતા પ્રગતિ બેંકના ડિરેક્ટરો
- શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલીત શ્રી ઓગડ વિદ્યામંદિર થરાના વય નિવૃત થયેલા મદદનીશ શિક્ષક સુધાબેન જેરામભાઈ પટેલ અને ગણેશભાઈ રત્નાભાઈ રોહિત તથા ધો.૧૦ અને ૧ર ના વિદ્યાર્થીઓનો વિદાય દિક્ષાંત સન્માન સમારોહ કેળવણીમંડળના પ્રમુખ ધીરજભાઈ કે.શાહ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો.
આ પ્રસંગે જીતુભાઈ ધાણધારા, ચંદ્રસિંહ વાઘેલા, ર્ડા.હેમરાજભાઈ પટેલ,ર્ડા.દિનેશભાઈ ચારણ, ગીરાબેન શાહ, અશોકભાઈ વાલાણી, ભારમલભાઈ પટેલ, યશપાલસિહ ટી.વાઘેલા, યોગેશભાઈ બારોટ, ભલાભાઈ નાડોદા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સ્ટાફ પરિવાર હાજર રહેલ.
- પાટણ કુમારપાળ સોસાયટી મધ્યે આદિનાથ દાદાના જિનાલયની સાલગીરા મહોત્સવ આનંદ સાથે સંપન્ન થયો.
- ઊણ વિભાગ કેળવણી મંડળ દ્વારા સંચાલિત વિદ્યાલય ઊણ ખાતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓના શુભેચ્છા (દિક્ષાંત) સમારોહ યોજાયો ઉપસ્થિત મહનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
- અમદાવાદ હઠીભાઈની વાડીના પટાંગણમાં સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાન ડો.વિજ્ય પંડ્યાને આજે શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક અર્પણ કરવામાં આવ્યો. પૂ.આ.વિજ્ય શીલચંદ્રસૂરિ મહારાજની શુભ નિશ્રા તથા પ્રેરણાથી યોજાયેલ આ પ્રસંગે શેઠ શ્રીસંવેગભાઈ લાલભાઈ, શ્રીરઘુવીર ચૌધરી, પ્રા.ડો અરવિંદ જામખેડકર (પુના), શ્રીરતન પારીમૂ (બરોડા), શ્રીકુમારપાળ દેસાઈ, શ્રીવિનોદ જોષી(ભાવનગર) સહિત અનેક વિદ્વાન પ્રાધ્યાપકો ઉપસ્થિત હતા.
- શ્રી તપસ્વી વિદ્યાસંકુલ દિયોદર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ શ્રી તપસ્વી વિદ્યાસંકુલ ના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા તેમના કાર્યો વિશે તેમજ દિયોદર વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268