Shantishram News, Diyodar, Gujarat.
ર૦૦૦ થી વધુ પશુઓનું સંરક્ષણ કરતી પાટણ ની શ્રી પાટણ પાંજરાપોળ ના સંચાલનમાં અનેક દાતાઓ તરફથી ઉદારદિલ થી સહયોગ મળી રહ્યો છે.
સાથે સાથે આજુબાજુના ખેડુતો દ્વારા પાંજરાપોળને લીલુ-સુકુ ઘાસ દાન રૂપે મળી રહ્યું છે. ત્યારે આવા ખેડુતોના દાનની અનુમોદના કરવાનો પાવન અવસર ખલીપુર પાટણ મધ્યે યોજાયેલ.
રાજ્યના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદમાં પ૦ જેટલા સુકુ તેમજ લીલુ ઘાસ પાંજરાપોળને પુરૂ પાડનાર ખેડુતોનું સન્માન કરવામાં આવેલ.
આ પ્રસંગે મંત્રીએ જણાવેલ કે સરકારનો અભિગમ પ્રાકૃતિક ખેતી તરફનો છે. જેના થકી બજેટમં જોગવાઈ કરાઈ છે.
ખેડુતો પાંજરાપોળને ઘાસ આપે અને છાણ મેળવે જેથી પ્રાકૃતિક ખેતીનો અભિગમ સચવાય. જૈનશ્રેષ્ઠીઓ જીવદયાનું અમૂલ્ય કાર્ય કરી રહ્યા છે જે અભિનંદનીય છે.
આ પ્રસંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, બનાસકાંઠા જીલ્લાના પ્રભારી સુરેશભાઈ શાહ, પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ સહિતના મહાનુભાવો એ સંબોધન કરતાં જણાવેલ કે
સરકારે પણ જીવદયાની પ્રવૃતિને વેગવંતી બનાવવા રૂા.પ૦૦ કરોડની સહાય મંજુર કરી છે.
પાંજરાપોળો થકી અનેક પશુઓનો નિભાવ થઈ રહ્યો છે જે અનુમોદનીય છે.
આ પ્રસંગે પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. તેમજ જીવદયાના ઉત્કૃષ્ઠ કાર્ય કરનાર જીવદયા પ્રેમીઓનું સન્માન થયેલ.
આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈ, થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નૈષદભાઈ શાહ, પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જયંતિભાઈ દોશી આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ.
પાટણ પાંજરાપોળના ટ્રસ્ટીવર્યશ્રી નિરંજનભાઈ શાહ, દિપકભાઈ શાહ, નિખિલભાઈ શાહ, રાજુભાઈ શાહ આદિ ઉપસ્થિત રહેલ.
સુંદર આયોજન કરનાર માનદમંત્રીશ્રી ધીરૂભાઈ પી.શાહનું સન્માન મંત્રીશ્રી કિર્તિસિંહ વાઘેલા તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268