Shantishram News, Diyodar, Gujarat.
- ભક્તિસૂરી સમુદાયના પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજી મહારાજ સાહેબ ના શિષ્ય પૂજ્ય હેમદર્શન વિજયજી મહારાજ સાહેબ ના શિષ્યરત્ન પૂજ્ય હીરદર્શન વિજયજી મહારાજ (ઉ.વ.ર૯) તા.૧૮/૩/ર૦રર ના રોજ અમદાવાદ મધ્યે કાળધર્મ પામ્યા. પૂજ્ય શ્રી નું સંસારી નામ આકાશ કિરીટભાઇ ગાંધી હતું અને કાંકરેજ તાલુકા ના થરાના વતની હતા. પૂજ્યશ્રીની પાલખી સુવિધિ મહિમાસંઘના આંગણેથી નીકળેલ. ભાવિકભક્તોએ ઉલ્લાભેર ચડાવાઓમાં લાભ લીધેલ. તા.૧૯ ના રોજ પૂજ્યશ્રીનો ગુણાનુવાદ યોજાયેલ.
- ગીરધરનગર જૈનસંઘ અમદાવાદના આંગણે તા.ર૪ એપ્રિલના રોજ ભુવનભાનુસૂરીજી સમુદાયમાં આચાર્ય પદ પ્રદાન થશે.પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જગચંદ્રસૂરીજી મહારાજા આદિ ૧ર-૧ર આચાર્ય ભગવંતો ની નિશ્રામાં પૂજય પંન્યાસશ્રી જયેશરત્ન વિજયજી ગણિવર્ય તથા પૂજય પંન્યાસશ્રી પ્રેમસુંદર વિજયજી ગણિવર્ય ને આચાર્ય પદ અર્પણ થશે.
- વાલકેશ્વર મુંબઈ બાબુઅમીચંદ પન્નાલાલ જૈન મંદિર મધ્યે પૂજ્ય મૂનિરાજ રાજપૂણ્ય વિજયજી મહારાજ સાહેબ આદિ ગુરૂભગવંતોની નિશ્રામાં શત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા યોજાઈ જેમાં સ્વર સંવેદના કુલદીપસર નાકોડાવાળ એ આપેલ.
- તપાગચ્છ પ્રવરસમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ વિજય અભયદેવ સૂરીશ્વરજી મહારાજ સાહેબને પૂના મધ્યે વિહાર દરમ્યાન સ્વાસ્થ્ય માટે ચેકઅપ કરવતાં પૂજ્યશ્રીએ એન્જોયગ્રાફી કરાવેલ, જેના રીપોર્ટના આધારે નિષ્ણાત ડોક્ટરોની સલાહ અન્વયે પૂજ્યશ્રીને તા.ર૩/૩/ર૦રર ના રોજ પૂના મધ્યે બાયપાસ સર્જરી થશે. પૂજ્યશ્રી તા.૩/પ/ર૦રર સુધી પૂના સ્થિરતા રહેશે. સૌને પૂજ્યશ્રી શાતામાં રહે તે માટે આયંબિલતપ, નવકાર આરાધના કરવા પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્નસૂરીજી મહારાજ સાહેબે જણાવેલ છે.
- થરા પ્રગતિબેંકના નવીન ડીરેક્ટરોની વરણી કરાઇ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ વ્ય.કમિટી સભ્યોની મુદતપૂર્ણ થતાં ગતરોજ ફોર્મ ભરાવવાના અંતિમ દિવસે દરેક સીટમાં એક એક ફોર્મ ભરાતાં ૧ર ડીરેક્ટરોની બિન હરિફ વરણી થવા પામેલ.જેમાં વર્તમાન ચેરમેન પ્રભાબેન ચીનુભાઈ પાંચાણી આદિનો સમાવેશ થયેલ છે.
બિન હરિફ વરણી પામેલ ડીરેક્ટરશ્રીઓ
પ્રભાબેન ચીનુભાઈ પાંચાણી, દિનેશભાઈ બાબુલાલ શાહ, જતીનકુમાર સેવંતીલાલ ધાણધારા
ચીનુભાઈ શીવલાલ શાહ, ગોવિંદભાઈ વીસાભાઈ ચૌધરી, નૈષદભાઈ ચીનુભાઈ શાહ
કિરીટભાઈ આર.શાહ, અનિલકુમાર બાલચંદભાઈ શાહ, ઈન્દુબેન ભરતભાઈ પાંચાણી
વિપુલકુમાર સી.ઠક્કર, પ્રવિણભાઈ વર્ધીલાલ શાહ, શૈલેષભાઈ પુનમચંદ શાહ
- એલર્ટ ગ્રુપ ઓફ ભાયંદર વેસ્ટ દ્વારા ફાગણ સુદ તેરસ ના રોજ ભાયંદર વેસ્ટ થી શાહપુર તીર્થનો 10 લક્ઝરી બસો દ્વારા યાત્રા-પ્રવાસ યોજાયેલ. સવારે સહુએ દાદા આદિનાથની સેવાપૂજા, સ્નાત્રપૂજા આદી કરી ધન્યતા અનુભવેલ. વિવિધ ભાગ્યશાળી પરિવારોએ લાભ લીધેલ. જેમાં આધારસ્તંભ નો લાભ લેનાર મધુબેન અંબાલાલ શાહ પરિવાર મુજપુરવાળા ના લાલુભાઇનું બહુમાન કરી રહેલા એલર્ટ ગ્રૂપના પ્રમુખ પિયુષભાઈ શાહ તથા ગીરીશભાઈ વારીયા આદી
- વાલવોડ તીર્થના આંગણે ભક્તિયોગાચાર્ય પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય યશોવિજય સુરીશ્વરજી મહારાજા તેમજ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ભાગ્યેશવિજય સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણા શ્રમણ શ્રમણી ભગવંતો નો સામૈયા સહ પ્રવેશ થયો. સવારે પૂજ્ય ગુરુ ભગવંતોએ પ્રવેશ બાદ શ્રી ચંદ્રમણી જીનાલય મધ્યે દાદાના દર્શન કરેલ અને માંગલિક પ્રવચન આપેલ. સાંજે ચાર કલાકે વાચના યોજાયેલ
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268