Shantishram News, Diyodar, Gujarat
સુરત નગરે શ્રી ઉમરા જૈનસંઘના આંગણે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના
પ્રથમ શિષ્યરત્ન પૂજ્ય આચાર્યશ્રી લલિતપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના
સંયમ સુવર્ણ વર્ષ તેમજ પ૦૦ અઠ્ઠમતપ અનુમોદનાર્થે
શ્રી અર્હદ્ મહાપૂજન સહ ત્રિ-દિવસીય મહોત્સવ
પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત આદિ ગુરૂભગવંતોની પાવનનિશ્રામાં
તા.૧૯ થી ર૧ ફેબ્રુઆરી સુધી યોજાઈ ગયો.
૧૦૦૮ અઠ્ઠમતપના ભીષ્મ સંકલ્પધારી પૂજ્ય તપસ્વી મહારાજ સાહેબના અઠ્ઠમતપની આરાધના ચાલુ છે.
પૂજ્યશ્રીના પ૦૦ અઠ્ઠમ પૂર્ણ થતાં ભવ્ય મહોત્સવ ઉજવાયેલ.
જેમાં આનંદમય-આત્માનુભૂતિ સહ સૌ ત્રણેય દિવસમાં પૂજનમાં જોડાયેલ.
પૂજ્ય ગચ્છાધિપતિશ્રી નાતંદુરસ્ત હોવા છતાં પૂજનમાં નિશ્રા પ્રદાન કરી આત્માનંદ મેળવેલ અને સૌને આર્શીવાદ આપેલ.
આ પાવન અવસરે શતાધિક શ્રમણ-શ્રમણી ભગવંતોએ નિશ્રા પ્રદાન કરી શાસનની શોભા વધારેલ.
સૌ ઉમરા જૈનસંઘ પરિવારો તથા ગુરૂભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268