Shantishram News, Diyodar, Gujarat.
વિરમગામ-સાણંદ બાયપાસ રોડ ઉપર પરમ પૂજ્ય ભક્તિસૂરીજી સમૂદાયના સરળ સ્વભાવી તપસ્વી પ્રવર્તિની સાધ્વીજી શ્રી તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા માંડલ થી અમદાવાદ તરફ વિહાર કરી રહ્યા હતા.
પૂજ્ય સાધ્વી ભગવંત વ્હિલચેર પર બેસી સેવીકા સાથે જતા હતા ત્યાં પુરઝડપે ચાલતી બોલેરો પીકઅપ ગાડીનું ટાયર ફાટતાં ગાડી પુર ઝડપે સાધ્વીજી ભગવંત અને સેવીકાને પાછળથી ટક્કર મારી ગાડી રેલ્વે ટ્રેક પર અથડાઈ હતી. જેમાં પૂજ્ય સાધ્વી ભગવંત તથા સેવીકાનું ઘટના સ્થળે કરૂણ મોત થયું હતું.
આવા સમયે વિરમગામ જૈન સંધના પંકજભાઈ, વિરચંદભાઈ, ભાજપ શહેર પ્રમુખ નરેશભાઈ શાહ તથા સંધના ૧૫૦ થી વધુ શ્રાવક શ્રાવીકાઓ આદી એ ધટના સ્થળે તથા હોસ્પિટલ પહોંચી ખુબ સાથ સહકાર આપેલ , તેમજ પાલખી માટે શ્રી થરા જૈન સંધ દ્વારા પણ ટુંક જ સમયમાં બધી જ તૈયારી કરી શાસન સેવાનું ઉત્તમ ઉદાહરણ આપેલ. સરળ સ્વભાવી તપસ્વીની પૂજ્ય સાધ્વી ભગવંતનો કાળધર્મ થતાં જૈન સમાજ માં ધેરા પ્રત્યાધાત પડેલ.
પૂજ્ય સાધ્વી ભગવંતનું સંસારી નામ શકરીબેન કાન્તિલાલ કુરિયા ઉમર વર્ષ ૭૮ ગામ ઉણ તાલુકો કાંકરેજ ના વતની હતા અને છેલ્લા ઘણા સમયથી કાંકરેજ તાલુકાના થરા ગામે સ્થિરતા કરી ધર્મ આરાધના કરાવી રહ્યા હતા. પૂજ્યશ્રીનો કાળધર્મ થતાં કાંકરેજ વિસ્તારની ધર્મેપ્રેમી જનતા ઘેરા શોકમાં મુકાઈ હતી.
પૂજ્ય સાધ્વીજી ભગવંતની પાલખી થરા મુકામે આજ રોજ નિકળેલ સવારે ૮ કલાકે પાલખીના ચડાવા યોજાયેલ અને ત્યારબાદ પાલખી નિકળેલ.પાલખી પ્રસંગે મોટી સંખ્યામાં ગુરૂભક્તો તથા શાસનપ્રેમીઓ જોડાયા.
પધારેલા મહેમાનો માટે સવારે નવકાશી તેમજ બપોરે સંઘ સ્વામીવાત્સલય યોજાયેલ જેનો લાભ કુરિયા કાન્તિલાલ મોહનલાલ (ભલગામવાળા) પરિવારે લીધેલ.
આ પ્રસંગે પૂજ્ય ગચ્છાધિપતી આચાર્ય શ્રીમદ વિજય શાંતીચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલચન્દ્ર સૂરીશ્વરજી (કે.સી.) મહારાજ સાહેબ,
પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ (રૂણી) , પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ધાકડી) , પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય મહાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદી ગુરૂભગવંતોએ શોક સંદેશ અને માર્ગદર્શન આપેલ.
પરમ પુજ્ય આચાર્ય શ્રીમદ વિજય કલ્પેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ સાથે નજીકમાં જ વિહારમાં હતા અને
પૂજ્ય સાધ્વીજી ભગવંતના કાળધર્મના દુઃખદ સમાચાર જાણી ધેરા આધાત ની લાગણી સાથે જણાવેલ કે આપણા ભક્તિસુરી સમુદાયના સરળ સ્વભાવી, હંમેશા પ્રસન્ન મુદ્રાવાળા, તપસ્વી પ્રર્વર્તીની સાધ્વીજીશ્રી તત્વપ્રજ્ઞાશ્રીજી મહારાજનો કાળધર્મ આઘાત જનક ઘટના છે. પૂજ્ય સાધ્વીજી ભગવંતના છેલ્લા સમયમાં પણ નવકારવાળી હાથમાંજ હતી. પૂજ્ય સાધ્વીજી ભગવંત શિધ્રાતીશિધ્ર પરમ પદને પામે તેવી પ્રાર્થના.
[yotuwp type=”videos” id=”ciOK1l36mv8″ ]
Jain Sadhviji Bhagvant Road Accident Wheelchair, Sachana Viramgam Bypass, Thara, Kankrej, Uttar Gujarat,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268