- Shantishram News, Diyodar, Gujarat.
સુરત નગરની ધન્ય ધરા એ
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ
પ. પૂ. આ.શ્રી અનંતભદ્ર સૂરિશ્વરજી મ.સા.,
પ. પૂ. આ.શ્રી લલિતપ્રભ સૂરિશ્વરજી મ.સા.,
પ. પૂ. આ.શ્રી મુક્તિનિલયસૂરિશ્વરજી મ.સા.,
પ. પૂ. આ.શ્રી અહૅમપ્રભસૂરિશ્વરજી મ.સા.,
પ. પૂ. આ.શ્રી પ્રશમેશસૂરિશ્વરજી મ.સા.આદિ ઠાણા
સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ૧૩-૧૩ મુમુક્ષુઓ સંયમ ગ્રહણ કરશે
આ સંયમગ્રહણ પંચ દિવસીય મહોત્સવ તારીખ ૧૧ જાન્યુઆરીથી શરૂ થયો.
૧૩ મુમુક્ષુઓ તારીખ ૧૫ જાન્યુઆરીના રોજ ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરશે.
પ્રથમ દિવસ તા.11 ના રોજ
આ પાવનકારી અવસરે પૂજ્ય ગુરૂ ભગવંતો ભવ્ય સામૈયા સહ શ્રી નિતીસૂરિ સંયમઉધાનમા પધારેલા
જયાં ગુરૂ વંદના અંકુર શાહે સંગીત ના તાલ સાથે કરાવેલ.
બાદમાં પૂ.મુનિરાજશ્રી હેમનિલયવિ.મ.સા.એ સૌને આવેલા અવસરની રૂપરેખા આપી માણવા પ્રેરણા કરેલી.
સામૈયામા પાલના વિવિધ મંડળોએ ભાગ લઈ શોભા વધારેલ.
બાદમાં સૌએ સ્વામિવાત્સલય નો લાભ લીધેલ.
બાદમાં સૌ સીમંધરસ્વામી પૂજનમાં જાેડાયેલા.
રાત્રે મુમુક્ષુઓની વંદોળીનો ભવ્ય કાયૅક્રમ અંકુર શાહે સંગીત ના તાલ સાથે કરાવેલ.
દ્વિતીય દિવસ તા 12 ના રોજ સવારે 6:45 કલાકે પૂજ્ય શ્રી ની વાચના યોજાયેલ.
ત્યારબાદ પ્રભુજી ના રાજાશાહી શક્રસ્તવ અભિષેક યોજાયેલ. અને
રાત્રે સંગીત ના સથવારે “મારે લેવાની દીક્ષા” અને 13-13 મુમુક્ષુ ના બહુમાન યોજાયા.
જેમાં કાંકરેજી દશા શ્રીમાળી બેતાલિસી જૈન સમાજ સુરત દ્વારા મુમુક્ષુ રત્નો નું સંમાનપત્ર અર્પણ કરી સન્માન કરાયું
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268