Shantishram News, Diyodar, Gujarat.
ર૬ મી જાન્યુઆરી ના રોજ દિલ્હી ખાતે રાજપથ પર પરેડ યોજાતી હોય છે. દેશના વડા પ્રધાન આ સમયે રાષ્ટ્રધ્વજ લહેરાવી પ્રજાજનોને શુભકામના પાઠવતા હોય છે.
ત્યારે આ વર્ષે રાજપથમાં યોજાનારી પરેડમાં બનાસકાંઠા જીલ્લાના સદભાગ્યે ઉત્તર ગુજરાત માંથી
સૌ પ્રથમવાર ૪-૪ NCC કેડેટની પસંદગી થવા પામી છે. જેમાં જે.ડી. મોદી કોલેજ, પાલનપુર ના ૩ તથા જી.વી.વાઘેલા કોલેજ, દીઓદર ના ૧ NCC કેડેટની પસંદગી થવા પામી.
તેમાં ગૌરવવંતા દીઓદર પંથકને સૌ પ્રથમ સદ્ભાગ્ય પ્રાપ્ત કરવાનું અહોભાગ્ય
દીઓદરમાં રાજવી પરિવાર સંચાલીત જી.વી.વાઘેલા કોલેજના NCC કેડેટ ભરત રમેશભાઇ કાપડી (BA Semester -6) ના ફાળે જાય છે.
જી.વી.વાઘેલા કોલેજના ચેરમેન પ્રવિણસિંહ ગુમાનસિંહજી વાઘેલાએ દીઓદર પંથકના ઈતિહાસમાં રાજપથ પરેડમાં
સૌ પ્રથમ સામેલ થનાર ભરત કાપડી અને
તેને સતત છ માસથી તાલીમ આપી રહેલ
NCC સી.ટી.ઓ.પ્રો.વિનયસિંહ રાઠોડ અને આચાર્ય ર્ડા.એચ.બી.ગૌસ્વામી આદિ
ટીમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં
આ પંથકના વધુ વિદ્યાર્થીઓ રાજપથ પરેડમાં જોડાઈ આ પંથકને ગૌરવવંતો બનાવે તેવી શુભકામનાઓ પાઠવી અભિનંદન આપેલ છે.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268