Shantishram News, Diyodar, Gujarat.
સુરત નગરે પૂ.આ.શ્રી મલયકિર્તીસૂરીજી મ.સા. આદી ઠાણાની બે બે વર્ષ બાદ પધરામણી થતાં મજુરાગેટ સ્થિત કૈલાશનગર જૈનસંઘ મધ્યે પૂજ્ય શ્રી નો ભવ્ય પ્રવેશ યોજાયો.
જેમાં પૂ.આ.મુક્તિનિલયસૂરી મ.સા., પંન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી મ.સા., પૂ.ભદ્રકિર્તી વિ.મ.સા., પૂ.મનોભુષણ વિ.મ. સા., પૂ.હેમાંગરત્ન વિ.મ.સા., આદિ શ્રમણવૃંદની પાવન નિશ્રામાં ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતુ.
તપોવન જૈનસ્કુલનાં બાળકો દ્વારા રાષ્ટ્ર, સંસ્કૃતિ, ધર્મ અને જૈન શાસનના જાંબાઝ નરરત્નોની વેશભુષામાં શાસન ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સહિત શૈશવધન શોભી રહ્યું હતું.
નાસીક ઢોલ અને એસ.એન.બેન્ડના સુરીલા સંગીત દ્વારા વાતાવરણ ભવ્ય અને રમ્ય બન્યું હતું.
પૂજ્યશ્રીની પાવન પધરામણી ધર્મસભામાં થયા બાદ ગુરૂવંદનાબાદ તપોવન જૈનસ્કુલના નાના ભૂલકાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજેલ બાદમાં
પૂજ્ય આ.મલયકિર્તીસૂરી મ.સા.એ પ્રવચન આપતાં જણાવેલ કે ભૌતિકવાદ અને ભોગવાદના યુગમાં આજે કેટલાક કનૈૈૈયા જેવા દીકરાઓ કંસ બની રહ્યા છે. એને બચાવવા માટે તપોવન એજ તરણોપાય છે.
તપોવનની સ્કુલમાંથી જ રાષ્ટ્રના ઘડવૈયા સંસ્કૃતિના મશાલચીઓ, ધર્મના પ્રહરીઓ અને શાસન સીતારાઓ તૈયાર થશે.
મેકોલ શિક્ષણ પધ્ધતિથી નહીં પણ આર્યાર્તની સંસ્કૃતિ પધ્ધતિ દ્વારા જ રાષ્ટ્ર ધર્મનો અભ્યુદય શક્ય છે.
આ મુક્તિનિલયસૂરિએ તપોવન જૈનસ્કુલની સરાહના કરીને બાળકોને તપોવન જૈન સ્કુલમાં મુકવા પ્રેરણા કરી હતી.
તપોવન જૈન સ્કુલના વિકાસના મૂળમાં જેમનું અમૂલ્ય માર્ગદર્શન છે તેવા ગમખ્વાર અકસ્માતમાં નવજીવન પામેલ પૂજ્યશ્રી શૌર્ય, સત્વ, સમર્પણ સાથે તીર્થરક્ષા, સંસ્કારરક્ષાના હિમાયતી છે. અને આ માટે તેઓ ઝઝુમી રહ્યા છે.
તેઓની પાવન પ્રેરણાથી સુરત મધ્યે અદ્યતન સુવિધા સાથેની તપોવન જૈન સ્કુલનું નિર્માણ કરેલ જેમા સેવા આપતા તમામ પાયાના સંચાલકો, ટ્રસ્ટીશ્રીઓ તથા સ્ટાફમિત્રોની સૌએ સરાહના કરી
પૂજ્ય ગુરુદેવશ્રી મલયકીર્તિસુરીજી મ.સા. આદી ગૂરૂભગવંતો ના ભવ્યાતિભવ્ય સામૈયામાં
પ્રિન્સિપાલશ્રી કલ્પનાબહેન, પૂર્વી મેડમ, સાલ્વી મેડમ, સમગ્ર ટીચર્સ , સમગ્ર સ્ટાફ અને
યુવાટીમના પક્ષાલભાઇ, મોક્ષેશભાઇ સહીત તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી સામૈયા ને બહુ જ શોભાયમાન બનાવેલ છે.
વાલીગણની તથા બાળકોની વેશભૂષા સહ સંસ્કૃતિ કાર્યક્રમે અનેરી શોભા વધારેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ મોન્ટુભાઇ સંગીતકાર સહીત
ગિરીશભાઇ શેઠ, અનિલભાઇ શેઠ, રાજુભાઇ વારૈયા કિંજલબહેન, ઉમેશભાઇ, અદિપભાઇ, દર્શકભાઇ વિગેરે કમિટી મેમ્બર્સના નોંધપાત્ર સહયોગ થી સમગ્ર કાર્યક્રમ સફળ થયેલ છે.
તેમજ કાંકરેજ સમાજના સભ્યો સહીત સમગ્ર સુરત જૈન સમાજ મોટી સંખ્યામાં હાજર રહેલ.
Tapovan Jain School, Surat Gujarat, Param Pujya Malaykirti Suri Maharaja, Pujya Panyas Chandrashekhar Vijay Maharaja
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268