Shantishram News, Diyodar, Gujarat.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાની મહત્વની ગણાતી દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રસાકસી ભર્યા માહોલમાં ચૂંટણી યોજવા જઇ રહી છે.
ત્યારે દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ સામાન્ય મહિલા ની સીટ હોવાથી દિયોદર ના
રાજવી પરિવારના ગિરિરાજ સિંહ વાઘેલા અને
દિયોદર ના સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા ની ધર્મ પત્ની કિરણ કુમારી વાઘેલા સાથે ૧૬ સભ્યો સાથે
દિયોદર ના જન સમર્થકો સાથે ઢોલ નગારા અને શરણાઈ ના શૂરો સાથે
દિયોદર તાલુકા પંચાયત ખાતે દિયોદર સરપંચ ની ચૂંટણી માટે 16 સભ્યો સાથે આજે ઉમેદવારી નોંધાવી હતી.
આજે દિયોદર દરબાર ગઢ ખાતે બેઠક યોજી દિયોદરના વિકાસ દિયોદર મા વેપારીઓ થી લઈ ગરીબ વર્ગના લોકો માટે
રાજવી પરિવારના દ્વારા હમેશાં ખુલ્લા રહેશે સાથે તમામ જ્ઞાતીના સમર્થકો સાથે સભા યોજી સમર્થકો સાથે ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી જ્યાં રસ્તામાં લોકો દ્વારા ફૂલહાર પહેરાવી અભિનદન સાથે સમર્થન આપ્યું હતું.
મહત્ત્વનું છે કે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ભારે સમર્થન સાથે સરપંચપદ માટે કિરણ કુમારી ફોર્મ રજૂ કર્યું હતું.
જેમાં સરપંચ પદ પર તેમના સમર્થકો સાથે કિરણ કુમારી વાઘેલા જણાવ્યું હતું કે દિયોદર પ્રજાએ અમારા રાજવી પરિવાર ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ દિયોદર ના વિકાસ સાથે પાણી, ગટર લાઈન સાથે ગરીબો માટે રાહતના પ્લોટ સાથે રોડ રસ્તા સાથે દિયોદર નો વઘુ વિકાસ એક માત્ર અમારો એજન્ડા રહેશે .. સાથે
દિયોદર ના તમામ સમાજોના સાથ સહકાર થી સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે જે દિયોદર ના મતદારો વિજય બનાવશે એવી આશા વ્યક્ત કરી હતી..
Diyodar, Banaskantha, Uttar Gujarat ,Gram Panchayat Election, 2021
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268