Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા મહેસુલી આલમમાં હડકંપ….
નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં મામલતદાર કચેરીમાં એસીબીએ ટ્રેપ કરતાં નાયબ મામલતદાર રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા.
દિયોદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનના એક દુકાનદાર પાસે વિઝિટ દરમિયાન આવેલ પુરવઠા મામલતદાર કચેરી, દિયોદર માં
નાયબ મામલતદારની ફરજ નિભાવતા પ્રહલાદજી રૂષાજી ઠાકોર દ્વારા વિઝીટ બાદ
આ દુકાનની વિઝિટમાં અને ઓડિટ માં કોઇ ખામી નહીં કાઢવા અને અન્ય કોઇ હેરાનગતિ નહીં કરવા માટે ફરિયાદી પાસે રૂપિયા ૧૦ હજારની લાંચની માંગણી કરેલ.
દુકાનદાર આ નાણાં આપવા ન માગતા હોય તેઓ એ આ વિગતની એસીબીમાં ફરિયાદ કરેલ જે અંતર્ગત
બનાસકાંઠા એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.એ. ચૌધરી દ્વારા
દિયોદર મામલતદાર ઓફિસમાં જ લાંચની ટ્રેપ ગોઠવવામાં આવી અને
સફળ ટ્રેપમાં આરોપી નાયબ મામલતદાર પ્રહલાદજી ઠાકોર પાસેથી લાંચ સ્વીકારેલ રકમ રૂપિયા 10,000 જપ્ત કરી આરોપીની ધરપકડ કરેલ.
દિયોદર જીઆઇડીસીમાં બે દિવસ પહેલા લાખોની રકમ નો શંકાસ્પદ અનાજનો જથ્થો મળેલ,
જે પણ આ ટ્રેપ સફળ થવાથી શંકાના દાયરામાં આવેલ અને
મહેસુલી આલમ દ્વારા વેપારી વર્ગને ખોટી રીતે હેરાન કરતી કરાતા હોવાની
ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની.
એક તરફ…ગરીબ પ્રજા ને…
સરકાર દ્વારા અપાતો..અનાજ નો ટુકડો… હડપ કરવા..
સંચાલકો… અધિકારીઓ… માફિયા.. વચ્ચે.. સાઠ…ગાંઠ…..
બીજી તરફ.. સંચાલક દ્વારા અધિકારી હેરાન કરી પૈસા પડાવતા…હોવાની ફરિયાદ…
એસીબી.. ટ્રેપ..
ત્રીજી તરફ…ઝડપાયેલા અનાજના ..24 કલાક બાદ બીલો રજુ… અને
બોલાય.. જીલ્લા ના અધિકારીઓ દ્વારા..ભારતમાતાની જય..
પ્રજા જૈસે… થે..
Banaskantha, Deodar, Taluka Nayab Mamlatdar Office, ACB Trap,
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268