Shantishram News, Diyodar, Gujarat.
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી (Gujrat State Home Minister) Mr. Harsh Sanghvi શ્રી હર્ષભાઇ સંધવી
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની મુલાકાતે આવી પહોચતા
પાલનપુર રેલ્વે સ્ટેશન ખાતે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ (Banaskantha Collector Anand Patel) અને
પોલીસ અધિક્ષકશ્રી તરુણ દુગ્ગલે (Banaskantha Police SP Tarun Kumar Duggal IPS) ,ભાજપના આગેવાનો, કાયૅકરો મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
પાલનપુર સર્કીટ હાઉસ ખાતે પોલીસ જવાનો દ્વારા મંત્રીશ્રીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કર્યું હતું. (guard Of Owner)
ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંધવીએ
પોતાના માદરે વતન લાખણી તાલુકાના બલોધર તેમજ (Lakhani _ Balodhar)
ભીલડી, જૂના નેસડા, સાંડીયા અને કાંકર ખાતે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.
જેઓ જૈનો ના યાત્રાધામ ભીલડીયાજી પહોંચી ત્યાં ભીલડીયાજી પાર્શ્વનાથ (Bhiladiyaji Parshwanatha) Jain Tirth દાદાના દર્શન કરી ધન્યતા અનુભવેલ તેમજ
ભીલડીયાજી ખાતે ચાતુર્માસ બિરાજમાન
પૂ.ભક્તિ યોગાચાયૅ શ્રી યશોવિજયસૂરિમ.સા.,
પૂ.આ.શ્રીમુનિચંદ્રસુરીજીમ.સા.આદિ શ્રમણ શ્રમણી ભગવંતો ને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.
તીર્થ ના ટ્રસ્ટીઓ સાથે જઇ ભીલડીયાજી જૈન દેરાસરમાં (jain Derasar ) ચાલી રહેલી કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતાં.
મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પોતાનાં વતન બલોધર ખાતે શિવમંદિર (Shiv Mandir) માં દર્શન કર્યાં હતાં.
જયાં ગ્રામજનો દ્વારા વતનના ગૌરવશાળી ગૃહમંત્રીશ્રીનું સ્વાગત કરેલ બાદમાં
તેમનું તેમના પિતાશ્રી નુ ફૂલહાર પહેરાવી બહુમાન કરેલ.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,
બલોધર (balodhar) ગામના વિકાસ માટે સૌ સાથે મળીને તેમજ સહયોગ આપીને કામ કરીએ.
ત્યારબાદ તેઓ ડીસા તાલુકાના સાંડીયા (Sandiiya Deesa) ખાતે ચહેરધામ (Chehar Dham) અને
કાંકરેજ તાલુકાના કાંકેર ખાતે કુળદેવી સમોર માતાજીના દર્શન ( Kankrej Kaker Dham) કર્યાં હતાં.
જયાં સમોરમાતાજી ટ્રસ્ટ (Samor Mataji Trust ) દ્વારા બહુમાન કરાયેલ.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ (Sureshbhai Shah),
જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કનુભાઈ વ્યાસ (Kanubhai Vyas),
થરા માકૅટના ચેરમેન અણદાભાઈ પટેલ (Anadabhai Patel),
શ્રી ભારતસિંહ ભટેસરીયા (Bharatsinh Bhatesariya),
થરા નગરપાલિકા પ્રમુખશ્રી પૃથ્વીરાજ સિંહ (Pruthviraj sinh),
આદિઉપસ્થિત રહ્યાં હતાં.
કાકેર મધ્યે ભરત એમ.શાહે સંચાલન કરેલ
બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપ ના કાર્યકરો દ્વારા ડીસા શહેરમાં રેલી યોજાઇ.
જેમાં ડીસાવાસીઓએ પુષ્પવર્ષા કરી ઠેર ઠેર મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યુ
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જૂના ડીસા પાંજરાપોળ ખાતે (juna Deesa Rajpur Panjarapole) નવિન શેડ અને
ડીસા ખાતે ધારાસભ્યશ્રી શશિકાંત પંડ્યા (Deesa MLA Shashikant Pandya) ના કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ
રાજપુર પાંજરાપોળની મુલાકાત લઇ જીવદયા માટે કામ કરનાર
સ્વ. પ્રકાશભાઇ વીરવાડીયાના સ્મારક પર પુષ્પાજંલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
શ્રી જુના ડીસા જૈન સંઘ અને
જુના ડીસા મહાજન પાંજરાપોળ દ્વારા મંત્રીશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં જૈન સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા પણ જૈન સમાજના ગૌરવ સમાન ગૃહરાજ્ય મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂજ્ય સુબોધ સાગર મહારાજ સાહેબને યાદ કરી પોતાના પ્રવચનમાં જણાવ્યું કે,
જૂના ડીસાની ધરતીમાં મારું બાળપણ સમાયેલું છે ત્યારે
જૂના ડીસાની આ પાવન ભૂમિનું ઋણ અદા કરવાનું અને તેના સર્વાગી વિકાસ માટે હંમેશા તત્પર રહીશ.
તેમણે રાજ્ય સરકારશ્રીની વતન પ્રેમ યોજના અન્વયે વતનનું ઋણ અદા કરવા જૈન સમાજના અગ્રણીઓને આહવાન કરી વતનના વિકાસમાં ભાગીદાર બનવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, જૂના ડીસા ગામના વિકાસ માટે જૈન બંધુઓ સહિત અન્ય સમાજ અને લઘુમતિ સમાજના લોકો હળીમળીને વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર બને.
તેમણે અબોલ પશુઓ માટેની જીવદયાની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, જૂના ડીસા ખાતે વર્ષો જુની પાંજરાપોળના માધ્યમથી મૂંગા પશુઓ માટે જીવદયાનું શ્રેષ્ઠ કાર્ય થઇ રહ્યું છે.
મંત્રીશ્રીએ લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે,
ડીસા, જૂના ડીસા, રાજપુરના લોકોએ મારું ભવ્ય સ્વાગત કરી મને ખુબ પ્રેમ આપ્યો છે જેનો હું કાયમ ઋણી રહીશ.
તેમણે જણાવ્યું કે, ગુજરાતની શાંતિ, સલામતિ અને ભાઇચારા માટે અમારી સરકાર સંકલ્પબધ્ધ છે.
રાજયના લોકો ગમે તે જગ્યાએ ભયમુક્ત વાતાવરણમાં હરી ફરી અને રહી શકે તે અમારી સરકારની પ્રાથમિકતા છે.
મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે,
લોકોના આશીર્વાદથી અમારા મોવડી મંડળે મને રાજયના ગૃહ મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે લોકોની તમામ મદદ કરવા તત્પર છું.
તેમણે પોલીસ જવાનોની ફરજને બિરદાવતાં કહ્યું કે, દિવાળીના તહેવારોમાં પણ પોલીસના જવાનો લોકોની સેવામાં ખડેપગે છે. Banasknatha Police Department) Diwali Celebration
પોલીસ વિભાગમાં આવનારી તમામ ભરતીઓ સંપૂર્ણ પારદર્શક રીતે કરવામાં આવશે. Enterence Exam In Police Department
તેની તૈયારીમાં યુવાનો લાગી જાય તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ડીસા આદર્શ વિધાસંકુલની (Deesa Aadarsh Vidhyasankul) પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.
શાળા પરિવાર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજયસભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવાડીયા (Dineshbhai Anawadiya),
ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા,
જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ અને શ્રી નંદાજી ઠાકોર (Nandaji Thakor),
જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, (Gumansinh Chauhan)
અગ્રણીઓ સર્વશ્રી ભારતસિંહ ભટેસરીયા,
શ્રી રજનીભાઇ જૈન સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268