Shantishram News, Diyodar, Gujarat.
સૂઈગામ તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ સૂઈગામ આદર્શ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે (Banasknatha District Develpoment Officer ) Swapnil Khare ના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
રાજય સરકારશ્રીની પ્રજાલક્ષી વ્યકિતગત યોજનાઓનો લાભ પ્રજાને મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું જળવાઈ રહે તેવા હેતુથી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સૂઈગામ (Suigam) તાલુકાનાં જલોયા, દેવપુરા (સુ), કોરેટી, લિંબુણી, માધપુરા, મસાલી ગામોના લોકો વ્યકિતગત પ્રશ્નો અને
સેવાઓમાં જુદા જુદા જાતિ, આવક, નોન-ક્રિમીલીયર વગેરે પ્રમાણપત્રો, રેશનકાર્ડને લગતી કામગીરી, દાક્તરી તપાસ અને સારવાર,
બેંકને લગતી કામગીરી, આધારકાર્ડ, એસ.ટી.બસ પાસ, આર્થિક લાભની સેવાઓ, મહેસુલી સેવાઓ જેવી વિવિધ પ૭ જેટલી સેવાઓનો લાભ લોકોએ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor) સહિત અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268