Shantishram News, Diyodar, Gujarat.
આજરોજ ગુજરાત રાજ્ય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પંચાયત મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા બનાસકાંઠા જિલ્લા ના દાંતા ગામે હેલિપેડ પર પધાર્યા.
મુખ્યમંત્રીશ્રી નું બનાસકાંઠા જીલ્લા આગેવાનો દ્વારા સાફો પહેરાવી સન્માન કર્યું ત્યારબાદ નવરાત્રી ના દિવસો માં સૌએ સાથે મળી અંબાજી માતા ના દર્શન કર્યા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આસો નવરાત્રીની અષ્ટમીના પાવન દિવસે આદ્યશક્તિધામ અંબાજીમાં વિચરતી અને વિમુક્ત જાતિના 33 ભરથરી લાભાર્થીઓને વિનામૂલ્યે આવાસના પ્લોટ ફાળવી નવલી નવરાત્રિની અનોખી ભેટ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ ૨૦૨૨ સુધીમાં સૌને માથે આવાસ છત્રનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendrabhai Modi ) નો સંકલ્પ સાકાર કરવાની દિશામાં આવા વંચિત પરિવારોને પણ આવરી લેવાની આગવી સંવેદના દર્શાવી છે.
આવાસ નિર્માણ માટે કુલ રૂ. ૪૦ લાખની સહાય-
રકમ લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કરી
મુખ્યમંત્રીશ્રીએ આ લાભાર્થીઓને આસો નવરાત્રીએ મળી રહેલી
વિનામૂલ્યે ઘરના ઘરની ભેટને આનંદની ઘડી ગણાવતા કહ્યું કે,
સરકારે વિચરતી વિમુક્ત જાતિની વેદના સમજી તેનું નિવારણ લાવવાનો સફળ સેવાયજ્ઞ આવાસ માટે જમીન ફાળવણીથી આદર્યો છે.
શ્રી ભૂપેંદ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ આ આવાસ માટેના
પ્લોટની ફાળવણીની સમગ્ર પ્રક્રિયા માત્ર પાંચ જ દિવસમાં પુરી કરી તેને
‘જે કહેવું તે કરવું’ની કાર્ય સંસ્કૃતિની પરિચાયક ગણાવી હતી.
(Ambaji) Banaskantha, District Collector Aanand Patel, DDO Swapnil Khare
આ પ્રસંગે પંચાયત રાજ્યમંત્રીશ્રી બ્રિજેશ મેરજા, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, દિનેશભાઈ અનાવાડિયા,
બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,
જિલ્લા પ્રભારી સુરેશભાઈ શાહ તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ તેમજ
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ,
જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે સહિત વહીવટીતંત્રના અધિકારીઓ, લાભાર્થી પરિવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ દાંતા તાલુકાના કુંભારિયા ગામના સરવે નંબર ૧૩૬માં 33 ભરથરી લાભાર્થીને પ્રત્યેકને ૮૦ ચોરસ મીટરનો ઘરથાળ પ્લોટ ફાળવતા તેને નવરાત્રી પર્વે “શિવશક્તિ વસાહત” નામાભિધાન પણ કર્યું છે.
તેમણે આ સનદ વિતરણ સાથોસાથ આવાસ નિર્માણ માટેની રાજ્ય સરકારની સહાયના કુલ ૪૦ લાખની સહાયના ચેક પણ લાભાર્થીઓને અર્પણ કર્યા હતા.
Gujarat Chief Minister Bhupendrabhai Patel, Brijeshbhai Merja, Parbatbhai Patel, Dineshbhai Anavadiya, Gumansinh Chauhan, Sureshbhai Shah, Banaskantha Jilla Bhajapa, BJP, Ambaji , Land Disburment
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268