Shantishram News, Diyodar, Gujarat.
દીઓદર તાલુકાના સરદારપુરા ર.મધ્યે શ્રી પ્રગતિએજ્યુકેશન ટ્રસ્ટ દીઓદર સંચાલીત
શેઠ કે.બી.વિદ્યામંદિરના આચાર્ય ગોવિંદભાઈ પ્રજાપતિએ સ્વેચ્છિક નિવૃતી લેતાં ટ્રસ્ટમંડળ દ્વારા આજરોજ તેમનો વિદાય સમારોહ ગામના વેપારી સુરેશભાઈ શેઠના અધ્યક્ષ સ્થાને યોજાયેલ.
પધારેલા સૌને શાળાના ઈ-આચાર્યશ્રી પ્રકાશભાઈ ચૌધરીએ આવકારેલ. બાદમાં ધો.૧ર ની બાલીકાઓએ પ્રાર્થના રજુ કરેલ. બાદમાં સ્વાગતગીત રજુ થયેલ. કે.બી.વિદ્યામંદિરના મંત્રી બાબુભાઈ માળીએ ગોવિંદભાઈ પ્રજાપતિની સેવાઓને ઉજાગર કરેલ અને તેમને શુભકામનાઓ પાઠવી સૌને આવકારેલ.
પ્રમુખ અશોકભાઈ બી.શેઠે ર૦૦૩ થી શાળામાં સેવા આપેલ ગોવિંદભાઈ પ્રજાપતિની સેવાઓને આવકારી આજે શાળાને સારી સંસ્થામાં મુકવામાં ગોવિંદભાઈની આચાર્ય તરીકે ની ભુમિકા પ્રસંશા પાત્ર છે.
આ પ્રસંગે સરપંચ પ્રતિનિધિ દેવચંદભાઈ જાેષી, ભાણજીભાઈ ઠાકોર, ભુદરભાઈ જાેષી, બીપીનભાઈ દવે,રવેલ પ્રા.શાળાના આચાર્ય જીવાભાઈ માળી, પૂનમાભાઈ પ્રજાપતિ, કુંભાજી માળી, નિરવભાઈ પટેલ,વિશ્નુભાઈ દેસાઈ, બાબુભાઈ નાઈ સહિત ગામના અગ્રણીઓ વાલીઓ, બાળકો ઉપસ્થિત રહેલ.
બાદમાં પ્રગતી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગોવિંદભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી શ્રીફળ,ફુલહારથી સન્માનીત કરી મોમેન્ટ ભેટ આપવામાં આવેલ.
સરદારપુરના ગ્રામજનો દ્વારા પણ ગોવિંદભાઈની સેવાઓને યાદ કરી તેમને કવર આપી સન્માનીત કરેલ. વિવિધ પરિવારોએ તેમનું શાલ ઓઢાડી બહુમાન કરેલ.
સન્માનનો પ્રત્યુતર આપતાં ગોવિંદભાઈ એ જણાવેલ કે મારાથી બનતા પ્રયાસો મેં બાળકોને સારામાં સારૂ શિક્ષણ મળે તેમજ બ્રાહ્ય માહિતી મળે તેવા પ્રયાસો કરેલ. આજે મારૂ સન્માન થતાં આનંદ અનુભવું છું.
શાળા પરિવારના ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ પ્રજાપતિ,ભાવનાબેન પટેલ, દિલીપભાઈ પ્રજાપતિ સહિતના સ્ટાફગણ દ્વારા સુંદર જહેમત ઉઠાવેલ.
ત્યારબાદ સૌએ શાળા પરિવાર દ્વારા યોજાયેલ અલ્પાહાર નો લાભ લીધેલ
Sardarpura (Ravel) Govindbhai Prajapati, School Principal voluntary retirement, Diyodar, Banaskantha
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268