Shantishram News, Diyodar, Gujarat.
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય શ્રીમતી ર્ડા. રાજુલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે,
નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં મહિલાઓની સુરક્ષા, સલામતિ અને જાતિય સતામણી અટકાવવા સંદર્ભમાં ઘરેલુ હિંસા અને જાતિય સતામણી વિષય અંગે શાળાઓમાં નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવા તેમેણે જણાવ્યું હતું.
તેમણે મહિલા અને બાળકોના પોષણ પર ભાર મુકતાં કહ્યું કે, હેલ્થ અને ન્યુટ્રીશીયનની બાબતોને અગ્રતા આપી બાળકોમાં એવી ટેવ પાડીએ કે, ભોજનની થાળીમાં સલાડ, દહીં વગેરે તો હોવા જ જોઇએ તો જ કુપોષણને નાબૂદ કરી શકાશે.
મહિલાઓને મેટરનીટી લીવ અને ચાઇલ્ડ કેર સુવિધા પુરી પાડવા પણ યોગ્ય વ્યવસ્થા રાખવા તેમણે જણાવ્યું હતું.
જેમાં મહિલાઓની સુરક્ષા, સલામતિ અને જાતિય સતામણી અટકાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેકઠમાં શિક્ષણ, પોલીસ અને આરોગ્ય વિભાગ સાથેની ચર્ચામાં સાયબર ક્રાઇમ તથા લીવ ઇન રીલેશનશીપમાં રહેતા અને
વિવિધ વિભાગોમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે સમયમર્યાદામાં ખાતાકીય તપાસ પૂર્ણ કરી પિડીત મહિલાઓને ન્યાય અપાવવા ર્ડા. રાજુલબેન દેસાઇએ જણાવ્યું હતું.
જે સંસ્થા કે કચેરીમાં ૧૦ થી વધુ કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં મહિલાઓની ફરીયાદોના નિવારણ માટે
આંતરીક કમીટીની રચના કરવામાં આવે તથા જાતિય સતામણી અટકાવવા અંગે સ્કુલોમાં અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે અને દિકરીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજ આપી ફિડબેક પણ મેળવીએ.
શ્રીમતી Dr. Rajulben Desai Palanpur Ladies Police Station, Palanpur, Banaskantha મુલાકાત દરમ્યાન મહિલા પોલીસને માર્મિક ટકોર કરતાં જણાવ્યું કે, મહિલાઓ પાસે માતૃહ્રદય હોય છે.
એક મહિલા જ બીજી મહિલાની પીડા કે વેદનાને સારી રીતે સમજી શકે તેના માટે સરકારે મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા છે અને
૩૩ ટકા મહિલાઓની પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે છે ત્યારે તમારી પાસે આવતી દુઃખી મહિલાઓના દુઃખ દૂર કરવાનું સેવાનું કાર્ય કરીએ.
વિવિધ કચેરીઓની સમીક્ષા દરમ્યાન તેમણે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારના સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાઓના પ્રશ્નો સાંભળી તેમને કાયદાકીય મદદ કરવામાં આવે છે.
આ સખી વન સ્ટોપ સેન્ટર સમક્ષ બહેનો પોતાની મુંઝવણ કે મુશ્કેલીઓ રજુ કરી સુખદ સમાધાન મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા, આસી. પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી શ્રીમતી સુલોચનાબેન પટેલ,
સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી યશવંતીબેન ચાવડા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268