Shantishram News, Diyodar, Gujarat.
આજરોજ શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ અમદાવાદ મધ્યે શ્રી સંઘ દ્વારા નિર્માણાધીન જિનાલયની પાવનભૂમિ ઉપર નવગ્રહ, દસ દિક્પાલ પૂજન સહ સ્નાત્ર મહોત્સવ યોજાયો.
વર્તમાન કોરોના મહામારીમાં માંગલિક રખાયેલ જિનાલય નિર્માણને પુનઃશરૂ કરતાં પૂર્વે શ્રી સંઘ દ્વારા નુતન જિનાલય નું કામ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તે હેતુથી નવગ્રહ, દસ દિક્પાલ પૂજન તેમજ સ્નાત્ર પૂજા નું આયોજન કરાયેલ.
આ પૂજનમાં શ્રી સંઘના તમામ સદસ્યો ઉત્સાહભેર હાજર રહેલ તેમજ પરમાત્માને પ્રાર્થના કરેલ કે
હવે જિનાલયનું કામ નિર્વિઘ્ને થજો તેમજ
આજના દિનથી શ્રી આનંદનગર જૈન સંઘ મધ્યે જિનાલય નિર્માણ હેતુ થી સાંકળી આયંબિલ તપ ચાલુ કરવામાં આવેલ.
આજે પ્રથમ સાંકળી આયંબિલ તપ ના આરાધક કુ. માન્યા મનીષકુમાર શાહનું ટ્રસ્ટીવર્યો દ્વારા બહુમાન કરવામાં આવેલ.
આ સંપૂર્ણ અનુષ્ઠાન શ્રી સંઘના તમામ સભ્યોએ ભક્તિભાવ સાથે માણેલ અને વિધિવિધાન શ્રી સંઘના સભ્ય એવા બીપીનભાઈ પંડિતજીએ કરાવેલ.
Anandnagar Jain Sangh, Satellite, Ahmedabad, Gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268