Shantishram News, Diyodar, Gujarat.
ભાભર તાલુકાના કુવાળા જૈનતીર્થ કહેવાય છે.
અહીં જૈન સમાજની પાલીતાણા બાદનું મીની સિદ્ધાચલતીર્થ
પૂ.આ.શ્રી યશોભદ્રસૂરી મ.સા. તથા પૂ.આ. પિયુષભદ્રસૂરી મ.સા.ની પ્રેરણાથી શોભાયમાન છે. જેના દર્શનાર્થે ભારતભરના જૈન શ્રેષ્ઠીઓ આવે છે.
ત્યારે આ કુવાળા ગામે ગામના બાબુભાઈ મહારાજ નામ ઈસમ નાની મોટી ગૌસેવા કરી નાના વાછરડા એકઠા કરી ગૌશાળા સૌના સહયોગથી ચલાવતા હતા.
જેમને ગામના યુવાનો તથા સેવાકીય કાર્યોમાં તત્પર એવા જયંતિભાઈ સુથાર તથા અન્ય લોકો સુંદર સહકાર આપતા દરમ્યાન
તેમને જૈન શ્રેષ્ઠી અને મુંબઈને કર્મભૂમિ બનાવી “પ્રકાશ મલાડ” તરીકે નામના મેળવી ગુરૂભગવંતોના આશીર્વાદ મેળવી જીવદયા કે શાસનસેવાના કાર્યોમાં હંમેશાં તત્પર એવા પ્રકાશભાઈ મલાડે સહયોગ પુરો પાડી માર્ગદર્શક બન્યા અને ગૌશાળામાં હાલે ૭૦ જેટલી ગાયો વિસામો લઈ રહી છે.
ગામના જૈન શ્રેષ્ઠી માતૃશ્રી જ્યોત્સનાબેન બાલચંદભાઈ શેઠ પરિવારના નીમેષભાઈ, જતીનભાઈ આદિ પરિવારે ગૌશાળાને રજવાડી ગેટ, ઓફીસ, ગાયો માટે શેડ આદિ બનાવવા દાનની સરવાણી વહેવડાવેલ અને ગૌશાળા સંચાલકોનો ઉત્સાહ વધારી દીધો.
ગ્રામજનો એ ઢોલ નગારા સહ જઈ ખાતમુહુર્ત ભૂમિ પૂજન કરાવી ધન્યતા અનુભવેલ. આ પાવન અવસરે કુવાળા જૈનસંઘના શ્રેષ્ઠીવર્ય તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહેલ.
ગામના ગૌચરમાંથી તથા ઠાકોર પરિવારના સહયોગથી વિશાળ જગ્યામાં નવીન ટ્રસ્ટ બનાવી “કામધેનુ” ગૌશાળા નું નામાનિધાન બનાવી ૧૩ જેટલા ટ્રસ્ટીઓ જેમાં દરેક સમાજના સામેલ કરવામાં આવેલ.
કામધેનું ગૌશાળામાં હાલે ૭૦ જેટલી ગાયો છે. અહીં ગાયોની વિશેષ સેવા-ચાકરી સૌ ઉત્સાહ પૂર્વક કરી રહ્યા છે.
Kuvala Jain Tirth, Kamdhenu Gaushala, Prakashbhai Malad, Mumbai, Khat Murhat, Siddhachal Tirth, Yashobhadra Suriji Maharaj Saheb, Bhabhar
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268